ETV Bharat / state

કચ્છ જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં 1.60 લાખ યુવા મતદારોનો થયો વધારો

2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ હાલમાં જ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપે પોતાની દરેક બેઠકની કમાન સંભાળી છે અને કેમ વધુ બેઠકો હાંસલ કરાય તે અંગેના પગલાં અત્યારથી જ લેવાઈ રહ્યા છે, ત્યારે કચ્છમાં પાછલા ત્રણ વર્ષમાં 1.60 લાખથી વધુ મતદારોમાં વધારો નોંધાયો છે

author img

By

Published : Jun 30, 2021, 9:08 PM IST

કચ્છ જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં  1.60 લાખ યુવા મતદારોનો થયો વધારો
કચ્છ જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં 1.60 લાખ યુવા મતદારોનો થયો વધારો
  • 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાશે
  • પાછલા3 વર્ષમાં 1.60 લાખ મતદારોનો વધારો થયો
  • કરછ જિલ્લામાં વિધાનસભાની 6 બેઠકો

કચ્છ: ભાજપના સંગઠન પણ સક્રિય બની રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ પણ પ્રદેશની કમાન યુવા ટીમને આપવા કમર કસી રહી છે, તો બીજી બાજુ ગુજરાતમાં આપની એન્ટ્રીથી રાજકીય માહોલ વધુ ગરમાયો છે. આવનારી વિધાનસભાની ચૂંટણી (Assembly elections) અગાઉની ચૂંટણીઓ કરતા કંઈક અલગ હશે.

તમામ પક્ષો વિધાનસભાની ચૂંટણીને લઈને એક્શન મોડમાં

હાલ કચ્છની છ વિધાનસભાની વાત કરીએ તો ભાજપ સંગઠન, સામાજીક સંગઠનો, રાજકીય વિવિધ કાર્યક્રમો ફરી એકશન મોડમાં આવી ગયા છે. કોરોનાની બીજી લહેરના કેસો ઘટ્યા છે. થોડી છુટછાટ મળી છે, તેનો રાજકીય પાર્ટીઓ લાભ લઈ રહી છે.

એક-એક મતની કિંમત વધી જશે

કચ્છમાં આગામી ચૂંટણીમાં બે મુખ્ય રાજકીય પક્ષો ઉપરાંત અન્ય પક્ષોએ પણ નજર કેન્દ્રીત કરી છે, ત્યારે એક-એક મતની કિંમત વધી જશે. ચૂંટણી આવે તે પહેલા ચૂંટણીપંચ પણ જિલ્લાના નવીન મતદારો સહિતની મતદાર યાદી તૈયાર કરવા માટે આગામી દિવસોમાં તૈયારીઓ આરંભે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

વસ્તી ગણતરીની કામગીરી પણ લાંબા સમયથી ઠેલાઈ રહી છે

કોરોનાકાળના કારણે મતદાર યાદીની કામગીરી લાંબા સમયથી ઠેલાતી આવી છે. સાથે સાથે વસ્તી ગણતરીની કામગીરી પણ લાંબા સમયથી ઠેલાઈ રહી છે, તેને પણ હાથ પર લેવાય તેવું દેખાઈ રહ્યું છે.

અંજાર તાલુકામાં સૌથી વધારે મતદારોમાં વધારો થયો

કચ્છ જિલ્લામાં વિધાનસભાની 6 બેઠકો છે, જેમાં અબડાસા તાલુકામાં 25,467, માંડવી તાલુકામાં 25,468, ભુજ તાલુકામાં 31,025, અંજાર તાલુકામાં 32,989, ગાંધીધામ તાલુકામાં 30,788 અને રાપર તાલુકામાં 21,646 મતદારો મળીને કુલ પાછલા ત્રણ વર્ષમાં 1,67,383 મતદારોનો વધારો નોંધાયો છે.

કુલ 1,67,383 મતદારોનો થયો વધારો

આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં સમાવિષ્ટ છ વિધાનસભા મતક્ષેત્રની સામાન્ય ચૂંટણીઓ આગામી વર્ષે 2022માં યોજાનાર છે. ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠકો પણ કચ્છ જિલ્લો ધરાવે છે. કચ્છ જિલ્લામાં 2017 વિધાનસભાની ચૂંટણી (Assembly elections)માં 14,01,933 મતદારો હતા, જેમાં 7,35,187 પુરૂષો અને 6,66,746 મહિલાઓ નોંધાયેલ હતા. પાછલા ત્રણ વર્ષમાં 1,67,383 મતદારોનો વધારો નોંધાયો છે. ઉપરાંત 2021 સુધીમાં કુલ 15,69,316 મતદારો નોંધાયા છે જેમાં 8,15,023 પુરુષો અને 7,54,265 મહિલાઓ નોંધાયેલ છે.

ચૂંટણી પંચ તરફથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે

કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિધાનસભાની (Assembly elections) આગામી ચૂંટણી વર્ષ 2022માં યોજાય તે અગાઉ ચૂંટણી પંચ તરફથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરી નવા મતદારોનો સમાવેશ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.