નડીયાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat assembly election 2022) ઉમેદવારી પત્રો ભરાયા બાદ હવે પ્રચાર યુદ્ધ જામી રહ્યું છે.ઉમેદવારો પોતાના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે.ત્યારે નડીયાદમાં ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈ (pankaj desai BJP) દ્વારા ચુંટણી પ્રચારમાં ડીજીટલ રોબોટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (Prime minister Narendra modi) ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું છે, એ સપનાને સાકાર કરવા માટે ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા (Nadiad assembly seat of Kheda district) બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈના ચૂંટણી પ્રચારમાં ડીઝીટલ રોબોટ ટેકનીક (digital robot technique) અપનાવવામાં આવી રહી છે. આ ડિજીટલ રોબોટ દ્વારા ભાજપના નડિયાદ વિધાનસભાના ઉમેદવારનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને લોકો પણ આ રોબોટને જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.
પેમ્ફલેટનું વિતરણ: નડીયાદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈ છઠ્ઠી વખત વિધાનસભા ચુંટણી લડી રહ્યા છે.આ વખતે ચુંટણી પ્રચાર માટે તેઓ વિવિધ આધુનિક ટેકનોલોજી અપનાવી રહ્યા છે.જેમાં રોબોટ દ્વારા નડીયાદ વિધાનસભામાં તેમના દ્વારા કરાયેલી વિવિધ કામગીરીની સાઉન્ડ સિસ્ટમથી માહિતિ આપવા સાથે પેમ્ફ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.આ અંગે પંકજ પટેલ સાથે વાત કરતા તેમેં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરવા તેઓ પ્રચારમાં રોબોટનો ઉપયોગ કરી રહ્યા છે.ભાજપ આઈટી સેલ મધ્યઝોનના પ્રમુખ દ્વારા આ રોબોટ તૈયાર કરાયો છે.
પ્રચારમાં પ્રથમ વખત રોબોટનો ઉપયોગ: મહત્વનું છે કે ડિજીટલ હાઈટેક યુગમાં હવે ચૂંટણી પ્રચાર પણ હાઈટેક બની રહ્યુ છે. પહેલા સોશિયલ મીડિયા અને હવે હાઇટેક ટેકનોલોજીથી બનેલું ડિજિટલ રોબોટ અને તેના થકી પ્રચારનો આ નવો પ્રયોગ નડિયાદ વિધાનસભામાં શરૂ થયો છે. જેને લઇને હાલ તો આ રોબોટિક પ્રચાર નડિયાદ વિધાનસભામાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે.
ટેકનોલોજીનો વધ્યો વ્યાપ: ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી રહ્યા છે, અને તેઓનું સપનું છે કે, ભારત ડિજિટલ બને અને એટલા માટે જ ગત 2017 ની વિધાનસભાની ચૂંટણી હોય કે 2019 ની લોકસભાની ચૂંટણી, એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રચાર પ્રસાર કર્યો હતો. હવે આવી જ ટેકનોલોજી નો ઉપયોગ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર કરવા માટે થઈ રહ્યો છે.