ETV Bharat / state

નડિયાદમાં ઇમારત ધરાશાયી થતા 4ના મોત, 5 ઘાયલ

ખેડા: નડિયાદના પ્રગતિનગર ઍપાર્ટમેન્ટનો બ્લોક અચાનક ધરાશાયી થયો હતો. જેમાં અનેક લોકો દબાયા હતા. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી સ્થાનિકો સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાને લઇને જિલ્લા કલેક્ટર તેમજ વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

author img

By

Published : Aug 10, 2019, 12:39 PM IST

Kheda wall collabs

નડિયાદના કપડવંજ રોડ પર આવેલા પ્રગતિનગરમાં ઍપાર્ટમેન્ટનો બ્લોક રાત્રીના સમયે અચાનક ધરાશાયી થયો હતો. બ્લોક ધરાશાયી થતા કાટમાળ નીચે અનેક લોકો દબાયા હતા. જેમાંથી 4 લોકોના મૃત્યુ અને 5 લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડ, પોલીસ તેમજ ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

નડિયાદમાં ઇમારત ધરાશાયી

ફાયર બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિકો દ્વારા કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢી ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. મોડી રાત સુધી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. ધરાશાયી એપાર્ટમેન્ટના બ્લોકની ઇમારત જૂની છે. જેનું વર્ષો પહેલા બાંધકામ થયેલું છે. શહેર સહીત જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે ઇમારત અચાનક ધરાશાયી થઇ હતી.

Intro:નડિયાદના પ્રગતિનગરમાં ઍપાર્ટમેન્ટનો બ્લોક અચાનક ધરાશાયી થયો હતો.જેમાં અનેક લોકો દટાયા હતા.ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી સ્થાનિકો સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી.જિલ્લા કલેક્ટર તેમજ વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. Body:નડિયાદના કપડવંજ રોડ પર આવેલા પ્રગતિનગરમાં ઍપાર્ટમેન્ટનો બ્લોક રાતના સમયે અચાનક ધરાશાયી થયો હતો.બ્લોક ધરાશાયી થતા કાટમાળ નીચે અનેક લોકો દટાયા હતા.ઘટનાની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડ,પોલીસ તેમજ ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.સ્થાનિકો તેમજ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢી ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.કાટમાળ નીચે ૧૦ જેટલા લોકો દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.મોડી રાત સુધી બચાવ કામગીરી હાથ ધરાઈ રહી છે.ઘટનાને પગલે જિલ્લા કલેકટર સુધીર પટેલ તેમજ વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ધરાશાયી એપાર્ટમેન્ટના બ્લોકની ઇમારત જૂની છે.જેનું વર્ષો પહેલા બાંધકામ થયેલું છે.શહેર સહીત જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે ઇમારત અચાનક ધરાશાયી થઇ હતીConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.