ETV Bharat / state

ભગવાનની હાજરીમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા - Treasures of social distance

ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આમલકી અગિયારસ નિમિત્તે રાજાધિરાજ રણછોડરાયજી ભગવાનની વાજતે ગાજતે સવારી નીકળી છે. પરંપરા મુજબ આમલકી અગિયારસે ભગવાન હાથી પર સવાર થઈ ભાવિકો પર અબીલ ગુલાલની છોળો ઉડાડતા નીકળે છે. આ સાથે પાંચ દિવસીય રંગોત્સવનો પ્રારંભ થાયો છે ભાગવાનની હાજરીમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ થયો છે પરંતુુ હાલ કોરોના મહામારીને પગલે 27 થી 29 તારીખ સુધી ભાવિકો માટે મંદિર બંધ રહેશે.

ભગવાનની હાજરીમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

author img

By

Published : Mar 25, 2021, 10:55 PM IST

  • કોરોના સંક્રમણને લઈને લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય
  • કોરોનાના કારણે 27, 28 અને 29 માર્ચના રોજ મંદિર રહેશે બંધ
  • પાંચ દિવસીય રંગોત્સવનો થયો પ્રારંભ, સોશિયલ ડિસ્ટન્સનો થયો ભંગ

ખેડાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આમલકી અગિયારસ નિમિત્તે રાજાધિરાજ રણછોડરાયજી ભગવાનની વાજતે ગાજતે સવારી નીકળી છે. આ સવારી નિજ મંદિરથી નીકળી લક્ષ્મીજી મંદિરે પહોંચશે. પરંપરા મુજબ આમલકી અગિયારસે ભગવાન હાથી પર સવાર થઈ ભાવિકો પર અબીલ ગુલાલની છોળો ઉડાડતા નીકળે છે. આ સાથે પાંચ દિવસીય રંગોત્સવનો પ્રારંભ થાય છે પરંતુુ હાલ કોરોના મહામારીને પગલે 27 થી 29 તારીખ સુધી ભાવિકો માટે મંદિર બંધ રહેશે.

કોરોના સંક્રમણને લઈ લેવાયો નિર્ણય

ખેડા જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર તેમજ ડાકોર મંદિર મેનેજમેન્ટની બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજ્યમાં તાજેતરની કોરોના સંક્રમણની પરિસ્થિતિને લઈ મેળોપણ અને આમલકી અગિયારસે યોજાતો રાખવાનો નિર્ણય લેવાના આવ્યો છે.

ભગવાનની હાજરીમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

રણછોડરાય દર શુક્રવાર અને અગિયારસે લક્ષ્મીજીના મંદિરે જાય છે

સંવત 1828 પહેલા ઠાકોરજીનું સ્થાન હાલના લક્ષ્મીજી મંદિરમાં હતું. જ્યારે નવું મંદિર બનાવવામાં આવ્યુ ત્યારે ભગવાન રણછોડરાય નવા મંદિરમાં આવીને બિરાજમાન થયા હતા. ત્યારે તેમણે લક્ષ્મીજીને તે સમયે વચન આપ્યુ હતું કે, દર શુક્રવારે અને અગિયારસે તે લક્ષ્મીજીનેે મળશે. આ વચનની પરંપરા મુજબ હાલમાં પણ મંદિરના રાજા રણછોડરાય દર શુક્રવાર અને અગિયારસે વાજતે ગાજતે લક્ષ્મીજીના મંદિરે જાય છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આગામી 27, 28 અને 29 માર્ચના રોજ યોજાનારો ફાગણ પૂનમનો મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે. જેને લઈ યાત્રિકોને ડાકોર નહીં આવવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે.

અગિયારસે નીકળે છે સવારી

ડાકોર ખાતે પરંપરાગત રીતે દર શુક્રવાર તેમજ અગિયારસના દિવસે ભગવાનના બાળ સ્વરૂપ ગોપાલલાલજીની ભવ્ય શોભાયાત્રા નીકળે છે. જે નજીકમાં આવેલા લક્ષ્મીજી મંદીરે પહોંચી ત્યાં ભગવાન લક્ષ્મીજીને મળે છે. તે પરંપરા કોરોના મહામારીને કારણે અટકી હતી અને મંદિર પરિસરમાં જ બંધબારણે પ્રતિકાત્મક રીતે ભગવાનની વિવિધ સવારી યોજાતી હતી.

2 દિવસ માટે મંદિર રહેશે બંધ

આગામી 28 માર્ચના રોજ ફાગણી પૂનમ હોવાથી 28 અને 29 માર્ચ એમ 3 દિવસ રણછોડરાયજી મંદિર બંધ રાખવામાં આવશે. મંદિરમાં પૂજા, આરતી સહિતના કાર્યક્રમો બંધ બારણે પૂજારી અને સેવકો દ્વારા કરવામાં આવશે. ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા ડાકોર આવતા સંઘો તેમજ યાત્રાઓને આ વર્ષે તેમનું આયોજન બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે, ફાગણી પૂનમના દિવસે ડાકોર ખાતે યોજાતા ત્રિદિવસિય મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોર આવતા હોય છે. જે કારણે કોરોના સંક્રમણમાં વધારો થવાની શક્યતાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા આયોજન બંધ રાખવા અપીલ કરાઇ હતી

ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા ડાકોર આવતા સંઘો તેમજ યાત્રાઓને આ વર્ષે તેમનું આયોજન બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે, ફાગણી પૂનમના દિવસે ડાકોર ખાતે યોજાતા ત્રિદિવસિય મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોર આવતા હોય છે. જે કારણે કોરોના સંક્રમણમાં વધારો થવાની શક્યતાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ

આપણ વાંચોઃ સુરતમાં ભાજપના નેતાની પુત્રીના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

તાપી જિલ્લા બાદ સુરતના માંગરોળ તાલુકામાં પણ લગ્ન પ્રસંગમાં કોવિડ-19ની ગાઈડલાઈનના ધજાગરા ઉડતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે ચાર આયોજકો અને કુલ 100થી વધુના ટોળા સામે ગુનો નોંધાયો છે.

યાત્રાધામ ડાકોરમાં કોરોના મહામારીને કારણે તંત્ર દ્વારા બજારોમાં જાળીઓ તેમજ લોખંડની એંગલો મારી આડબંધ બાંધવામાં આવ્યા છે. જેને કારણે ટ્રાફિકની સમસ્યા, યાત્રાળુઓને દર્શન કરવામાં તકલીફ પડવા જેવી સમસ્યાઓ ઊભી થાય છે. ઉપરાંત આડબંધના કારણે દર્શનાર્થીઓ પ્રસાદની દુકાનો સુધી પણ નહીં પહોંચી શકતા હોવાની ફરિયાદો ઉઠી છે. જેને લઇ યાત્રાધામના વેપારીઓ અને નગરપાલિકા પ્રમુખ સહિતના લોકોએ નડિયાદ ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ આડબંધો દૂર કરવા રજૂઆત કરી હતી.

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે 18 તારીખથી અધિક માસની શરૂઆત સાથે રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેને પગલે ભાવિકો અધિક માસ દરમિયાન મંદિરમાં ઉજવાનારા મુખ્ય મનોરથો અને ઉત્સવ તેમજ મહોત્સવના દર્શનનો લાભ લઈ શકશે. ભાવિકોને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં પ્રવેશ અપાશે.

કોરોના વાઇરસ મહામારીને કારણે દેશની અર્થવ્યવસ્થાને માઠી અસર થઇ છે, ત્યારે મંદિરોમાં પણ આ અસર વર્તાઇ રહી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર શ્રી રણછોડરાયજી મંદિરની આવકમાં પણ 50 ટકા ઉપરાંત ઘટાડો નોંધાયો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવેલા રણછોડરાયજી મંદિરની આવકમાં મહામારી કોરોનાને લઈને અડધો અડધ ઘટાડો થવા પામ્યો છે. મંદિરની આવક 50 ટકા ઉપરાંત ઘટી છે. મંદિરમાં આવકનો મુખ્ય સ્ત્રોત દાન હોય છે, પરંતુ મહામારીને કારણે મંદિરો છેલ્લા ઘણા સમયથી બંધ રહેતા આવકમાં ઘટાડો થયો છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ભગવાન રણછોડરાયજી મહારાજની સવારી 303 દિવસ બાદ નગરમાં નીકળી હતી. મહામારી કોરોનાને પગલે સરકારી ગાઇડલાઇન પ્રમાણે ઠાકોરજીની તમામ સવારી બંધ રાખવામાં આવતી હતી. રણછોડરાયજી મંદિરમાં પ્રતીકાત્મક રીતે બંધ બારણે યોજવામાં આવતી હતી. કોરોના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થતા ડાકોરના ઠાકોરની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રણછોડરાયજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નગરમાં નીકળી હતી. દિવસો બાદ વાજતે ગાજતે લક્ષ્મીજીને મળવા ભગવાનની સવારી લક્ષ્મીજી મંદિર પહોંચી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.