- હરિભક્તોની પ્રતિક્ષાનો અંત
- વડતાલ સ્વામિનારાયણ મંદિર 1 જુલાઈથી જાહેર દર્શન માટે ખુલ્લું
- મંદિરમાં ભોજનાલય તેમજ ઉતારા વિભાગ બંધ
ખેડા: વડતાલ મંદિર 17 જૂનથી જાહેર દર્શન માટે ખોલવાની સંસ્થા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કોરોનાના સંક્રમણને અનુલક્ષીને અગાઉનો આ નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો હતો. હાલની પરિસ્થિતિની સમીક્ષા બાદ સરકારી સૂચના અને માર્ગદર્શિકા અનુસાર વડતાલ મંદિર દર્શન માટે 1 જુલાઈથી ખુલ્લુ મૂકાશે.
વડતાલ સંસ્થાન દ્વારા મંદિર ખોલવાના નિર્ણય કરતા હરિભક્તોની પ્રતિક્ષાનો અંત થયો છે. નિયમોના પાલન સાથે હરિભક્તો વડતાલ મંદિર તેમજ તાબાના શિખરબદ્ધ મંદિરોમાં 1 જુલાઈથી દર્શન કરી શકશે. જોકે, મંદિરમાં ભોજનાલય તેમજ ઉતારા વિભાગ બંધ રહેશે.