ETV Bharat / state

ખેડામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટને કારણે વિધવાને વર્ષો બાદ પોતાની જમીન પરત મળી - Land Grabbing Act

ખેડા જિલ્લાના અરેરા ગામની એક વૃદ્ધ વિધવા દ્વારા પોતાની હકની જમીન વર્ષો બાદ પરત મેળવવામાં આવી છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટને કારણે 52 વર્ષ બાદ પતિની વારસાગત જમીન પરત મળી છે.

ખેડામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટને કારણે વિધવાને વર્ષો બાદ પોતાની જમીન પરત મળી

author img

By

Published : Jan 24, 2021, 3:56 PM IST

  • લેન્ડ ગ્રેબિંગ એક્ટને કારણે વિધવાને પરત મળી જમીન
  • વૃદ્ધ વિધવા મહિલાને 52 વર્ષ બાદ જમીન પરત મળી
  • 43 વીઘા જમીન ખોટી વારસાઈ અને પુરાવા ઉભા કરી કરવામાં આવી હતી કબજે

ખેડાઃ જિલ્લાના નડીયાદ તાલુકાના અરેરા ગામમાં રહેતા લીલાબેન સપૂતસિંહ મહીડાના પતિનું અવસાન થતા પતિની વારસાગત 43 વીઘા જમીન ખોટી વારસાઈ અને પુરાવા ઉભા કરી દિયર મહિપતસિંહ મહીડા દ્વારા કબજે કરી લેવામાં આવી હતી. જે અંગે વર્ષો બાદ પતિની વારસાગત જમીન અંગે લીલાબેન દ્વારા તપાસ કરવામાં આવતા વારસાઈમાં તેમના પતિ કે તેમનું નામ નહતું.

ખેડામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટને કારણે વિધવાને વર્ષો બાદ પોતાની જમીન પરત મળી
ખેડામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટને કારણે વિધવાને વર્ષો બાદ પોતાની જમીન પરત મળી

લેન્ડ ગ્રેબિંગ સમિતિ દ્વારા ફરિયાદ નોંધવા આદેશ કરાયો

લીલાબેન દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મહિપતસિંહ કેસરીસિંહ મહીડા (અરેરા) વિરુદ્વમાં ફરિયાદ આપી હતી. જેમાં આરોપી દ્વારા 7 જુલાઈ 2020ના રોજ મામલતદાર કચેરીએ ફરિયાદીને બોલાવીને સર્વે નં. 131વાળી જમીનની ખોટી વારસાઇ, ખોટા સોગંદનામા કરાવી ગૂનો કર્યા બાબતે લેન્ડ ગ્રેબિંગ સમિતિમાં રજૂઆત થઇ હતી. સમિતિ દ્વારા તપાસ બાદ લેન્ડ ગ્રેબિંગ થયું હોવાનું જણાયું હતું. કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમિતિ દ્વારા આ ફરિયાદ નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધવા માટે આદેશ કરાયો છે. જેને પગલે લીલાબેનને 52 વર્ષો બાદ તેમની જમીન પરત મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.