- ડાકોર, વડતાલ સહિતના મોટા મંદિરના દ્વાર ભાવિકો માટે બંધ
- 30 એપ્રિલ સુધી મંદિરો બંધ રાખવાનો કરાયો નિર્ણય
- ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટા મંદિરોના ટ્રસ્ટ્રીઓ સાથે યોજાઇ બેઠક
ખેડાઃ કોરોનાના વધતા સંક્રમણને પગલે ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લામાં આવેલા મોટા મંદિરોના ટ્રસ્ટ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી, ત્યારે રોજ મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય તેવા મંદિરો ખેડા જિલ્લાના ડાકોર, વડતાલ, નડીયાદ, ફાગવેલ, મહેમદાવાદ તેમજ ગળતેશ્વર સહિતના મોટા મંદિરો 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ અંબાજી મંદિરને કોરોના ગ્રહણ, આજે મંગળવારથી આ તારીખ સુધી રહેશે બંધ
જિલ્લાના વડતાલ,ગળતેશ્વર સહિતના મોટા મંદિરો બંધ
ખેડા જિલ્લામાં આવેલા મોટા મંદિરો જેમાં નડીયાદના સંતરામ મંદિર, વડતાલનું સ્વામીનારાયણ મંદિર, ફાગવેલનું ભાથીજી મહારાજનું મંદિર, મહેમદાવાદનું સિદ્ધિ વિનાયક મંદિર, ડાકોરનું રાજા રણછોડરાયજીનું મંદિર અને ગળતેશ્વર મહાદેવ મંદિર આ તમામ મંદિરો આગામી 30 એપ્રિલ સુધી દર્શનાથીઓને માટે બંધ રહેશે. તેમ જણાવવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલ તથા મંદિરોના ટ્રસ્ટીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લાનું શામળાજી મંદિર દસ દિવસ સુધી બંધ રહેશે
બંધ બારણે થશે સેવા પૂજા
મંદિરો ભાવિકો માટે બંધ રહેશે. જો કે જે તે મંદિરમાં નિયમ મુજબ નિત્ય સેવા પૂજા બંધ બારણે થશે. જેમાં ભાવિકોને પ્રવેશ મળી શકશે નહિ, ભાવિકો ઓનલાઈન દર્શન કરી શકશે.
કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો
ખેડા જિલ્લામાં ચિંતાજનક રીતે કોરોનાનું સંક્રમણ સતત વધતું જઈ રહ્યું છે. પ્રતિદિન જુદા-જુદા વિસ્તારોમાં નવા નવા કેસ સામે આવી રહ્યા છે, ત્યારે મંદિરોમાં મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોઈ સંક્રમણ ફેલાવાની શક્યતાઓ રહેલી છે.
જગવિખ્યાત સોમનાથ મંદિરના દ્વાર રવિવારથી ભાવિકો માટે બંધ, કોરોનાને પગલે લેવાયો નિર્ણયકોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં લઇ જગવિખ્યાત સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે રવિવારથી અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો ટ્રસ્ટમાં નિર્ણય લીધો છે. સોમનાથ મહાદેવના મુખ્ય મંદિર સહિત અન્ય 6 મંદિરોના દ્રારા પણ બંઘ થશે. કોરોના મહામારીના કારણે ગત વર્ષ પૂર્વે 80 દિવસ સુઘી સોમનાથ મંદિરના દ્રારા ભાવિકો માટે બંધ રહયા હતા. ત્યારબદ ફરી બીજી વખત સોમનાથ મહાદેવ મંદિર બંઘ થયુ છે.
સમગ્ર રાજ્યમાં કોરોનાના સેકન્ડ વેવને કારણે કોરોના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે, ત્યારે કોરોના સંક્રમણને પગલે ચૈત્ર નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિર બંધ રહેશે.