ખેડા: નડિયાદ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન નડિયાદ ટાઉન વિસ્તારમાં બસ સ્ટેશન પાસે આવતા નાસતા ફરતા આરોપી અંગે બાતમી મળી હતી. જે ચોક્કસ બાતમીની હકીકતના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ નડિયાદ બસ સ્ટેશનથી નીકળી ડભાણ ચોકડી જઈ સરકારી વાહનમાંથી નીચે ઉતરી તપાસ કરતા બાતમી હકીકતવાળો આરોપી મળી આવ્યો હતો. જ્યારે અરવલ્લી પોલીસ સ્ટેશનનો આસુભાઈ અમીનભાઇ કેનવાલાને સી.આર.પી.સી.કલમ 41 (1)(આઈ) મુજબ પકડી અટક કરી આગળની કાર્યવાહી કરવા નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, જિલ્લા અને જિલ્લા બહારના લિસ્ટેડ નાસતા ફરતા આરોપી પકડવા માટે પોલીસ મહાનિર્દેશક દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જે અનુસાર ખેડા જિલ્લામાં પેરોલ ફર્લો વચગાળાના જામીન ઉપરથી ફરાર તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર અને જેલ ફરારી કેદીઓને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.