આ સાથે જ ભગવાનને કલાત્મક પારણામાં પણ ઝૂલાવવામાં આવ્યા હતા. આ પારણાને થાઈલેન્ડના કિંમતી ફૂલો વડે શણગારવામાં આવ્યા હતા. વિવિધ રંગી વિદેશી ફૂલો અને શણગારથી પારણું દીપી ઉઠ્યું હતું. ભાવથી પારણું ઝુલાવી સંતો અને હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. વડતાલ મંદિર પરિસરમાં યોજાયેલા હરિ જયંતી હોમાત્મક યજ્ઞ-મહાપૂજાના આરંભ સાથે શાસ્ત્રી હરિપ્રકાશદાસની છ દિવસીય સત્સંગીજીવન કથાનો પણ આરંભ થયો હતો.
મહાપૂજાનો પ્રારંભ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચેરમેન દેવપ્રકાશ સ્વામી, ડૉ.સંત સ્વામી, શ્યામ સ્વામી, જગતપ્રકાશ સ્વામી તેમજ રાધારમણ સ્વામી વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. સંવત ૧૮૩૭ ચૈત્ર સુદ-૯ના ભગવાન સ્વામિનારાયણનો છપૈયા ખાતે જન્મ થયો હતો. જેને ૨૩૮ વર્ષ પૂરા થયાં છે. જે તિથિ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિ પ્રાગટ્યોત્સવ-સમૈયા તરીકે ઉજવાય છે.