- વાવાઝોડાએ જિલ્લામાં ભારે તારાજી સર્જી
- મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ દ્વારા રજૂઆત કરાઈ
- મુખ્યપ્રધાન, મહેસુલ પ્રધાન અને કૃષિ પ્રધાનને ખાસ ભલામણ પત્ર દ્વારા રજૂઆત
ખેડા: વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઇ દેસાઇએ ભલામણ પત્રમાં જણાવ્યું છે કે, વર્તમાન પેઢીએ ક્યારેય ન જોયું હોય તેવું વિનાશક વાવાઝોડું 18 મેએ બપોરના 3:00 કલાકે ફુંકાયું હતું. જે બીજા દિવસની સવાર સુધી ચાલુ રહ્યું હતું. અતિભારે વરસાદ સાથે 70 કિ.મીની ઝડપે પવન ફુંકાયો હતો. જેમાં રાજ્યભરમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ નડીયાદ તાલુકામાં અને 6 ઇંચ સમગ્ર ખેડા જિલ્લામાં ખાબક્યો હતો.
આ પણ વાંચો: ખેડા જિલ્લામાં તૌકતેએ કર્યું પાકને વ્યાપક નુકસાન, ખેડૂતો દ્વારા યોગ્ય વળતરની માંગ
વાવાઝોડાએ જિલ્લામાં ભારે તારાજી સર્જી
તોફાની પવન અને વરસાદે ભારે તારાજી સર્જી હતી. ઉનાળાની ઋતુમાં ખેતરમાં ઉભા પાક જેવા કે, ડાંગર, બાજરી, મગ, તલ, મગફળી, કેળ, શાકભાજી અને ફળાઉ ઝાડ, આંબા, પપૈયાને પણ ભારે નુકસાન થયું છે. ખેડુતોનો 75 ટકા પાક નિષ્ફળ થઇ ગયો છે. પશુધનને પણ નુકસાન થયું છે. ખેડુતોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. સાથે-સાથે 400 ગામોનો વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.
કેટલાક પરિવારો બન્યા બે ઘર
વીજપોલ પણ ધરાશાયી થયા હતા. ત્યારે તેને ઉભા કરવા માટે વધુ વીજ કર્મચારીઓની ટીમોની તાતી જરૂર છે. જેથી સીમ વિસ્તારોમાં વીજ પુરવઠો અને પાણી પુરવઠો નિયમિત ફાળવી શકાય તે માટે જિલ્લામાં રહેણાંક મકાનોને તથા નાના ઝુંપડા-છાપરાને પણ અતિભારે નુકસાન થયું છે. કેટલાક પરિવારો બે ઘર બની ગયા છે.
આ પણ વાંચો: મોરબી જિલ્લામાં વાવાઝોડામાં ખેતીના પાક બચી ગયો
આર્થિક સહાય ઝડપથી મળે તે માટે કાર્યવાહી કરવા રજૂઆત
આ સૌ અસરગ્રસ્તોને મદદ મળે તે માટે તાકીદે સર્વે કરાવીને સરકાર દ્રારા નુકસાનીનું વળતર-આર્થિક સહાય ખુબ જ ઝડપથી મળે તે માટે કાર્યવાહી કરવા માટે સરકારમાં રજૂઆત કરાઈ છે. જેના પગલે પગલે સરકાર દ્વારા પણ સકારાત્મક અભિગમ દાખવવા માટેની ખાતરી પણ આપવામાં આવી છે.