ETV Bharat / state

અપાર કળિયુગ: ખેડામાં લાકડીના ફટકા મારી પુત્ર દ્વારા પિતાની હત્યા

author img

By

Published : Apr 28, 2021, 6:35 PM IST

ખેડાના સાંકળદાની મુવાડી ગામે પુત્ર દ્વારા પિતાને લાકડીના ફટકા મારતા સારવાર દરમિયાન પિતાનું મોત થયું હતું. જે મામલે, મહુધા પોલિસ દ્વારા આરોપી પુત્ર રમેશ તળપદાને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

અપાર કળિયુગ: ખેડામાં લાકડીના ફટકા મારી પુત્ર દ્વારા પિતાની હત્યા
અપાર કળિયુગ: ખેડામાં લાકડીના ફટકા મારી પુત્ર દ્વારા પિતાની હત્યા
  • મહુધામાં પિતાની હત્યા કરી પુત્ર ફરાર
  • લાકડાના દંડા વડે માર મારતા પિતાનું મોત
  • માતાની ફરિયાદના આધારે પોલિસે ગુનો નોંધી પુત્રને ઝડપ્યો

ખેડા: મહુધાના અલીણા તાબે આવેલા સાંકળદાની મુવાડી ખાતે અગાઉ થયેલા ઝઘડાની રીષ રાખી આરોપી રમેશ તળપદાએ તેના માતા પિતા સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ, પુત્ર દ્વારા પિતાને લાકડીના ફટકા મારતા સારવાર દરમિયાન મોત થયું હતું. જે મામલે, મહુધા પોલિસ દ્વારા આરોપી પુત્ર રમેશ તળપદાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: કાકા-કાકીના ઝગડામાં ભત્રીજાએ કરી કાકાની હત્યા

પિતાની હત્યા કરી પુત્ર ફરાર

ઝઘડો કરી રમેશ ગમે તેમ ગાળો બોલતો હોવાથી પિતા વાસુદેવભાઈએ ગાળો બોલવાની ના પાડતા પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો. આથી, પિતાને લાકડાના દંડાથી પિતાને માથાના પાછળના ભાગે અને છાતીમાં ફટકા મારી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ, ગંભીર ઈજાઓ પહોંચતા પિતાને સારવાર માટે નડીયાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં, ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

આ પણ વાંચો: સુરતના ડુમસ વિસ્તારમાં લૂંટના ઇરાદે વૃદ્ધની હત્યા

માતાની ફરિયાદના આધારે પોલિસે ગુનો નોંધ્યો

આ ઘટના મામલે માતા મધુબેનની ફરિયાદના આધારે મહુધા પોલિસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બાદ, દરમિયાન આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.