નડીયાદ:નડીયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર મેળવી રહેલા જીલ્લાના 6 દર્દીઓને રજા આપવામાં આવી હતી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા તમામને ગુલાબ આપી સારા સ્વાસ્થ્યની શુભેચ્છા આપવામાં આવી હતી.
ખેડા જિલ્લાના કપડવંજ શહેરના 48 વર્ષિય મનીષભાઇ જે. સોની, ડાકોરના 65 વર્ષિય દિવાકર સી. પંડયા, માતરના 38 વર્ષિય નિતીનકુમાર એસ. પટેલ, મહેમદાવાદના 74 વર્ષિય રમાબેન કે. પરમાર, કપડવંજના 70 વર્ષિય બળદેવભાઇ એસ. પટેલ અને માતરના 42 વર્ષિય નિલાબેન એસ. શ્રીમાળીને કોરોના વાઇરસની સારવાર માટે નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેઓની નિયત સારવાર થતા તમામને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા તમામને ગુલાબ અર્પણ કરી તેમના સારા સ્વાસ્થ્ય અંગે શુભેચ્છા આપવામાં આવી હતી.આ પ્રસંગે હોસ્પિટલના ર્ડાક્ટર્સ તથા હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કપડવંજના બળદેવભાઇ શ્રીમાળીએ હોસ્પિટલને 11,000 રુપિયાનો ચેક અર્પણ કર્યો હતો. આ ચેક હોસ્પિટલ વતી નિકેતભાઇ પીઠડીયાએ સ્વીકાર્યો હતો.