ETV Bharat / state

ગુજરાત સરકારની રાજ્યના તમામ ખેડૂત પર નજર, મહેસૂલ વિભાગ દ્વારા સર્ચ ઓપેરશન - ખેડાના માતર તાલુકામાં કૌભાંડ

ખેડા જિલ્લામાં બિનખેડૂત ખેડૂત ખાતેદાર બનાવવાના કૌભાંડની(Scams of making nonfarmers into farmers) આશંકાને લઈને મહેસૂલ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન(Search Operation by Revenue Department) કરવામાં આવ્યું છે. જેમાં તપાસ દરમિયાન મળેલા દસ્તાવેજો ગાંધીનગર લઈ જવાયા હતા. આ મામલે રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ માતર મામલતદારની ઓચિંતી મુલાકાત અને તપાસ કરી હતી.

Etv Bharatબોગસ ખેડૂત ખાતેદાર કૌભાંડ સંદર્ભે ખેડાના માતરમાં મહેસૂલ પ્રધાને ઓચિંતી લીધી મુલાકાત સાથે કરી તપાસ

author img

By

Published : Aug 6, 2022, 8:19 PM IST

ખેડા: જિલ્લામાં બિનખેડૂત ખેડૂત ખાતેદાર બનાવવાના કૌભાંડની આશંકાને લઈને રાજ્ય મહેસૂલ વિભાગ(Gujarat Revenue Department) દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં માતર સબ રજીસ્ટ્રાર કચેરીમાં વિસ્તૃત તપાસ હાથ ધરી દસ્તાવેજો ગાંધીનગર લઈ જવામાં આવ્યા હતા. તેની વિસ્તૃત તપાસ હાથ ધરાઈ રહી છે. જે દરમિયાન કૌભાંડ મામલાની તપાસ માટે આજરોજ રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ માતર મામલતદાર કચેરીની(Matar Mamlatdar Office) મુલાકાત લીધી હતી. આજે સવારે કચેરીઓ ખુલતા જ મહેસૂલ પ્રધાને માતર મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લઈ ચકાસણી કરી હતી.

કૌભાંડ મામલાની તપાસ માટે આજરોજ રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ માતર મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો: જમીનનો માલિકી હક મેળવવા ખેડૂત આવ્યા HCના શરણે

બોગસ ખેડૂત ખાતેદાર બનાવાના કૌભાંડની તપાસ હાથ ધરાઈ - નિશ્ચિત સમયગાળા દરમિયાન બનાવટી ખેડૂતો દ્વારા માતર તાલુકામાં બોગસ ખેડૂત ખાતેદાર બનાવાના કૌભાંડની(Scam in Matar Taluk of Khedana) જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતોને લઈને મહેસૂલ વિભાગ દ્વારા બે માસથી પણ વધારે સમયથી સમગ્ર કૌભાંડ મામલે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરાઈ રહી છે. માતર તાલુકામાં જમીન જેહાદના મૂળ સુધી પહોંચી કાયદા અન્વયે કાર્યવાહી કરવામાં આવશે, રાજેન્દ્ર ત્રિવેદીએ જાણાવ્યું હતું.

બનાવટી ખેડૂતો સાવધાન રહે - આ અંગે મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં બનાવટી ખેડૂતો સાવધાન રહે, જે શખ્સો બનાવટી ખેડૂત બની ગયા છે. તેમના ઉપર રાજ્ય સરકાર કાયદા અન્વયે કડકમાં કડક પગલાં લેશે. ગુજરાત સરકારની રાજ્યના તમામ ખેડૂત પર નજર છે. જે ખેડૂત બનાવટી ખેડૂત બની રાજ્ય સરકારની યોજનાઓના લાભ લેશે, તેને રાજ્ય સરકાર આકરી સજા પાઠવશે. જે બનાવટી ખેડૂત હશે તેની જમીન સરકાર હસ્તક લઈ લેવામાં આવશે.

500 લોકોને પુરાવા રજૂ કરવા માટેની નોટિસ આપવામાં આવી - મહેસૂલ પ્રધાને જણાવ્યું હતું કે, હાલની ચકાસણી જોતા 1730 જેટલા કેસો ચકાસવામાં આવ્યા છે. જેમાં 620 કેસો ભારે શંકાસ્પદ જણાયા છે. એની પ્રાથમિક ચકાસણી માટે 500 લોકોને પુરાવા રજુ કરવા માટેની નોટિસ આપવામાં આવી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૂચના છે કે, સાચા વ્યક્તિને કોઈ દંડ ન થાય અને ખોટો વ્યક્તિ બચી ન જાય તેની મહેસુલ વિભાગ કાળજી રાખશે. મહેસુલ પ્રધાને જણાવ્યું હતું કે, એક જ સમાજના શખ્સો વધુ પ્રમાણમાં ખેડૂતોની જમીન લઇ રહ્યો છે. તે માતર અને રાષ્ટ્ર માટે ચિંતાનો વિષય છે. જો કોઈ ગેરકાનૂની કામમાં કોઈ અધિકારી કે કર્મચારી સંડોવાયેલા હશે તો તેને પણ સરકાર છોડશે નહી.

આ પણ વાંચો: Bogus Farmer Account Holder : મોટી સંખ્યામાં બોગસ ખેડૂત ખાતેદારો ઝડપાવાની શક્યતાઓ

ખોટી નોંધોમાં તંત્રની ચૂક અને ઈરાદામાં ખોટ હોઇ શકે છે - મહેસૂલ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતનો દરજ્જો એ ધરતીના તાતનો દરજ્જો છે. કલોલ, પેટલાદ, રાણપુર, મહેમદાવાદ, પ્રાંતિજ, નડિયાદ ગ્રામ્ય, ધંધુકા, જોડિયા, સાણંદ, વેજલપુર, ઊંઝા, તારાપુર, સોજીત્રા, બોરસદ શહેર, ખેડા, ડભોઇ, મહુધા, સાંથલપુર, અંકલેશ્વર, થરાદ, ખંભાળિયા, વલ્લભીપુર તથા અન્ય જિલ્લા અને ગામોના ભળતા નામો વાળા ખેડૂત ખાતેદાર હોય તેવી વ્યક્તિઓના 7/12 ના ઉતારા મેળવી નિયમિત રીતે વેચાણમાં આપેલી જમીનો ખોટી રીતે નોંધી પડાવી લીધેલી છે. આ ખોટી નોંધણીમાં તંત્રની ચૂક અને ઈરાદામાં ખોટ હોઇ શકે છે. એની તપાસ પણ મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવશે. આવા કિસ્સામાં જાગૃત નાગરિકોએ મહેસૂલ વિભાગને જાણ કરી છે. મહેસૂલ પ્રધાન તંત્રને જાણ કરવા બદલ નાગરિકોનો આભાર માન્યો હતો. કરોડો રૂપિયાની જમીનના પૈસા જે તે સમાજના લોકો પાસે ક્યાંથી આવ્યા, તેની તપાસ પણ મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.