- 11 તારીખે રવિવારે 249મી રથયાત્રા યોજાશે
- રથયાત્રાના રૂટ પર રહેશે કર્ફ્યૂ
- બંધ બારણે રાજાધિરાજની સેવા પૂજા થશે
- ભાવિકોનો મંદિર પ્રવેશ બંધ રહેશે
ડાકોર: યાત્રાધામ ડાકોર ખાતે યોજાનારી 249મી રથયાત્રાને લઈને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ રથયાત્રાના દિવસે ભાવિકોનો મંદિર પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Rathyatra 2021: ડાકોર ખાતે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરાઈ
રથયાત્રાના રૂટ પર રહેશે કર્ફ્યુ
ડાકોર રણછોડરાયજી મંદિરમાં રવિવારે 11 તારીખના રોજ 249મી રથયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળશે. રાજાધિરાજની રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર કર્ફ્યૂ
રાખવામાં આવશે.
ભાવિકોનો મંદિર પ્રવેશ બંધ રહેશે
રવિવારે રથયાત્રાના દિવસે ભક્તો માટે મંદિર પ્રવેશ પણ બંધ રહેશે. મંદિરમાં બંધ બારણે જ રાજાધિરાજની સેવા પૂજા સેવક પૂજારીઓ દ્વારા કરવામાં આવશે. સવારે 8:30 વાગ્યે મંદિરમાંથી રથયાત્રા નીકળી બપોરે બે વાગ્યાના અરસામાં પરત ફરશે.
આ પણ વાંચો: ડાકોર (Dakor Temple) રણછોડરાયજી મંદિર દ્વારા પ્રસાદના ભાવમાં કરાયો વધારો
પરંપરાગત રીતે ગુરૂપુષ્ય નક્ષત્રમાં યોજાય છે રથયાત્રા
ડાકોર ખાતે પરંપરાગત રીતે ગુરૂપુષ્ય નક્ષત્રમાં રાજાધિરાજ રણછોડરાયજીની રથયાત્રા યોજવામાં આવે છે. એકમાત્ર ડાકોર ખાતે જ વર્ષોથી તિથિને બદલે નક્ષત્ર મુજબ રથયાત્રા યોજાય છે.