- જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો જોવા મળ્યો
- દિવાળી અને શિયાળાની શરૂઆત બાદ જિલ્લામાં નવા કેસ વધવાના દરમાં વધારો
- છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 29 પોઝિટિવ કેસો નોંધાયા
- તંત્ર દ્વારા નડિયાદમાં રેપીડ ટેસ્ટીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું
નડિયાદ: રાજ્યમાં શિયાળીની શરૂઆત અને દિવાળીના તહેવારો બાદ નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પ્રતિદિન કોરના સંક્રમણની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇ તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોકોને નિયમોનું ચુસ્ત પાલન કરવા તેમજ સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે.

તંત્ર દ્વારા નડિયાદમાં રેપીડ ટેસ્ટીંગ સેન્ટર શરૂ કરાયું
જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે સંતરામ મંદિર બહાર રેપીડ ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યા નગરજનો વિનામૂલ્યે તરત જ રિપોર્ટ મેળવી શકે છે. નડીયાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે લોકો એન્ટીજન રેપિડ ટેસ્ટ કરાવી શકે તે માટે તંત્ર દ્વારા આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 29 પોઝિટિવ કેસો નોંધાયા
ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન કોરોના પોઝિટિવના નવા 29 કેસો નોંધાયા છે. આ કેસોની વાત કરીએ તો જેમાં નડિયાદ, કપડવંજ અને કઠલાલમાં 5, મહેમદાવાદમાં 4, માતરમાં 3, ખેડા, ઠાસરા અને વસોમાં 2 અને મહુધામાં 1 મળી કુલ 29 કેસ નોધાયા છે.