ડાકોરના મંગળવારી વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ જ્ઞાતિના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા. જેમાં ૪ હિન્દુ અને ૧૧ મુસ્લિમ નવદંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. હિન્દુ વર-વધુના શાસ્ત્રોક્ત હિંદુ વિધિથી તેમજ મુસ્લિમ દુલ્હા દુલ્હનના મુસ્લિમ વિધિથી લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ સાથે જ નવદંપતીઓને ઘરવખરીનો તમામ સમાન ભેટમાં આપવામાં આવ્યો હતો.
કોમી સદ્ભાવના આ ઉમદા પ્રસંગને શોભાવવા તેમજ નવદંપતીઓને આશીર્વાદ આપવા ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ હિન્દૂ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.