કપડવંજ નગરપાલિકાની ચૂંટણી આસિસ્ટન્ટ કલેકટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં નગરપાલિકા સભાખંડમાં યોજાઇ હતી.જેમાં ભાજપના પંકજભાઈ મંગળદાસ પટેલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી,જિલ્લા ભાજપ મહામંત્રી દશરથભાઈ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો,કાર્યકરો, નગરપાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કપડવંજ નગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપને બહુમતી મળતા જે તે સમયે પંકજ પટેલનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું.પરંતુ ભાજપના 9 સભ્યોએ તેનો બહિષ્કાર કરી પ્રજ્ઞેશ ઉર્ફે પિંટુ સોનીને પ્રમુખ બનાવ્યા હતા.જે બળવો કરનાર સભ્યોને તાજેતરમાં સભ્યપદેથી ગેરલાયક ઠરાવવામાં આવતા પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાઈ હતી.