ETV Bharat / state

નડિયાદ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક દ્વારા પોષણ અભિયાનનો પ્રારંભ કરાવાયો - નડિયાદમાં કુપોષણ અભિયાન

નડિયાદ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પોષણ અભિયાન 2020નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

નડિયાદ, પોષણ અભિયાન
નડિયાદ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક દ્વારા પોષણ અભિયાનનો પ્રારંભ કરાવાયો
author img

By

Published : Feb 3, 2020, 3:41 AM IST

ખેડા: જિલ્લામાં પોષણ અભિયાન 2020નો પ્રારંભ વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, સમાજના સક્ષમ વાલીઓ એક બાળક એક પાલકના સિદ્ધાંતને અનુસરી કુપોષિત બાળકોના પાલક વાલી બને, તો ફક્ત એક જ વર્ષમાં ગુજરાતમાંથી કુપોષિત બાળકો સક્ષમ બની જાય અને સશક્ત ગુજરાતનું નિર્માણ થાય. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, સુપોષિત ગુજરાત અંતર્ગત સશક્ત ભારતના નિર્માણ માટે પ્રજાની તંદુરસ્તી જરૂરી છે.

નડિયાદ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક દ્વારા પોષણ અભિયાનનો પ્રારંભ કરાવાયો

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બાળ તંદુરસ્ત હરીફાઈ અને વાનગી હરીફાઈના વિજેતાઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પાલક દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડીના બહેનો અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા.

Intro:નડિયાદ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જીલ્લા કલેકટર તેમજ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા પોષણ અભિયાન ૨૦૨૦ નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.Body:આ પ્રસંગે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સમાજના સક્ષમ વાલીઓ એક બાળક એક પાલકના સિદ્ધાંતને અનુસરી કુપોષિત બાળકોના પાલક વાલી બને તો ફક્ત એક જ વર્ષમાં ગુજરાતમાંથી કુપોષિત બાળકો સક્ષમ બની જાય અને સશક્ત ગુજરાતનું નિર્માણ થાય.સુપોષિત ગુજરાત અંતર્ગત સશક્ત ભારતના નિર્માણ માટે પ્રજાની તંદુરસ્તી જરૂરી છે.જન્મનાર દરેક બાળકની તંદુરસ્તીને મહત્વ આપવાની જરૂર છે.સારું સ્વાસ્થ્ય સુખી જીવનની નિશાની છે.તંદુરસ્તી સારી હશે તો તે તેના જીવનમાં આવનારી નાની-મોટી તમામ મુશ્કેલીઓનો હલ સરળતાથી શોધી શકશે.બાળકના જન્મ સમયે તેના સ્વાસ્થ્ય પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે તો તે બાળક મોટું થતા દુર્બળ રહેશે.
 આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બાળ તંદુરસ્ત હરીફાઈ, વાનગી હરીફાઈના વિજેતાઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ પાલક દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગર પાલિકા સદસ્યો, અધિકારીઓ-કર્મચારીઓ,આંગણવાડીના બહેનો તથા મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.