ખેડા: ખેડા જિલ્લાને અમદાવાદ સાથે જોડતાં હાઈવે પર મહેમદાવાદ તાલુકાની રાસ્કા ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદથી ખેડા જિલ્લામાં આવતા અત્યંત જરૂરી સિવાયના વાહનોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. જિલ્લામાંથી બહાર જતાં તેમજ આવતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવે છે. અત્યંત જરુરિયાત સિવાયના વાહનો પરત મોકલી દેવામાં આવે છે.

મહત્વનું છે કે, ખેડાની આસપાસના જિલ્લાઓ આણંદ,અમદાવાદ અને વડોદરામાં કોરોના વાઈરસનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. જેને લઈ ખેડા જિલ્લામાં તેનું સંક્રમણ રોકવા માટે પહેલાથી જ અન્ય જિલ્લાઓને જોડતી બોર્ડર બંધ કરી જિલ્લામાં પ્રવેશ બંધી કરવામાં આવી છે.