ખેડા એસઓજીની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન અસામલી-પાલ્લા રોડ પર કેટલાક ઈસમો દ્વારા વાહનમાં ક્રૂડ ઓઈલની હેરાફેરી થતી હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન આઇસર ટેમ્પો આવતા તેને રોકી તપાસ કરતા તેમાં ગોઠવેલા ટાંકાઓમાં રૂપિયા 1,72,000 ની કિંમતનું 4300 લિટર ક્રૂડ ઓઇલ મળી આવ્યું હતું. જે અંગે પૂછપરછ કરતા આ ક્રૂડ ઓઇલ પાલ્લા સીમમાં આવેલ ઓએનજીસીના વાત્રક-1 બંધ વેલમાંથી રાષ્ટ્રીય સંપત્તિની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. જેને આધારે પોલીસ દ્વારા બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી ક્રૂડ ઓઈલનો જથ્થો તેમજ આઇસર ટેમ્પો સહિત કુલ રૂપિયા 6,75,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ખેડામાં ONGCના ક્રૂડ ઓઈલની ચોરી કરતા બે ઈસમો ઝડપાયા - ક્રૂડ ઓઈલની ચોરી કરતા બે ઈસમો ઝડપાયા
ખેડા: જિલ્લાના લીંબાસી પાલ્લા ONGC વેલમાંથી રાષ્ટ્રીય સંપત્તિ ગણાતા ક્રૂડ ઓઈલની ચોરી કરતા બે ઈસમોને 4300 લિટર ક્રૂડ ઓઇલ સહિતના રૂપિયા 6.75 લાખના મુદ્દામાલ સાથે ખેડા એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.