ETV Bharat / state

ખેડાના આ ગામોએ સ્‍વેચ્છાએ ઘરબંધી સ્‍વીકારી, પોલીસને આપ્યો સહકાર

author img

By

Published : Apr 20, 2020, 8:23 PM IST

Updated : Apr 26, 2020, 8:56 PM IST

લોકડાઉન દરમિયાન પોલીસ ઢાલ બની લોકોનું રક્ષણ કરી છે. પંરતુ કેટલીક જગ્યાએ પોલીસનુ અપમાન કરી નિયમોંનુ ઉલ્લંઘન પણ થઈ રહ્યું છે. ત્યારે ખેડા જિલ્લાના આ ગામમાં સ્થાનિકો સ્વેચ્છાએ લોકડાઉનનું પાલન કરી, યુવાનો પોલીસની જેમ રખેવાળી કરી , ગામમાં કોઈ ન પ્રવેશે તે માટે કામગીરી કરી રહ્યાં છે.

ખેડા
ખેડા

નડિયાદઃ ખેડા જીલ્લામા વસો તાલુકાના 13 ગામોએ પોલીસ-પ્રજાની ભાગીદારીનું ઉત્તમ ઉદહરણ પુરું પાડયું છે. વસોના 13 ગામોના ગ્રામજનો લોકડાઉન દરમિયાન સ્‍વયંભૂ પોલીસ સાથે મળી ગામમાં આવતા તમામ રસ્‍તાઓ બંધ કરી પહેરેદાર બન્‍યા છે. પોલીસ અને પ્રજાના સહયોગથી થતું કાર્ય અન્‍ય ગામો માટે પ્રેરણાદાયી બન્યું છે.

Etv Bharat
ગામમાં કોઈ અન્ય વ્યક્તિને પ્રવેશ નહી

કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનની પરિસ્‍થિતિમાં આખે આખા એક તાલુકાના તમામ ગામોએ સ્‍વેચ્‍છાએ ઘર બંધ (લોક ડાઉન) અપનાવે તેવું શકય બને ખરૂ? પરંતુ દરબાર ગોપાલદાસની હવેલી તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રખ્‍યાત એવા વસો તાલુકાના તમામ 13 ગામોએ કદાચ સમગ્ર ભારતમાં સ્‍વેચ્‍છાએ લોકડાઉન સ્‍વીકારી અન્‍ય ગામોને પ્રેરણા પૂરી પાડી છે.

પોલીસનો નવતર પ્રયોગ

ETv Bharat
સ્થાનિકોનો પોલીસને પુરો સહકાર

ખેડા જિલ્‍લા પોલીસ વડા દિવ્‍ય મિશ્રએ આજે વસો પોલીસ સ્‍ટેશનના ગામોની મુલાકાત લઇ જણાવ્‍યું હતું કે, પોલીસ અને પ્રજાના સહયોગથી થતું કાર્ય અન્‍ય ગામો માટે પ્રેરણાદાયી છે. આ ગામોની જેમ જો અન્‍ય ગામો પણ તેનું અનુકરણ કરે તો કોરોના મહામારીને અટકાવવાનું ખુબ જ સરળ બની જાય, પોલીસ અને પ્રજામાં આત્‍મીયતા વધુ વિકસે અને પ્રજાજનોમાં શિસ્‍ત અને આરોગ્‍ય જાળવવા પ્રત્‍યેની સજાગતા વધે. વસો પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ તથા 13 ગામના નાગરિકોએ આ પુરવાર કરી આપ્‍યું છે.

લોક સહયોગથી કોરોના સામે સુશક્ષિત રહેવાના વસો તાલુકાના સરપંચોના અભિગમને આવકારતા જિલ્‍લા પોલીસ અધિક્ષક દિવ્‍ય મિશ્રએ ઉમેર્યું હતું કે, લોકડાઉનમાં જનતાનો સહયોગ જરૂરી છે. જો નાગરિકો પોલીસને સહયોગ કરે તો લોકભાગીદારીથી કોરોના જેવી મહામારી અટકાવી શકાય તેમ છે. વસો તાલુકાની જેમ ખેડા જિલ્‍લાના અન્‍ય તાલુકાના ગામો સમરસ લોકડાઉન અપનાવે તો કોરોના સંક્રમણને અટકાવવામાં ખુબ જ સફળતા મળશે. શહેરો તથા ગ્રામ્ય કક્ષાએ પણ આ નિયમો લાગુ પડતા હોવા છતાં હજુ ઘણા લોકો આ બાબતને ગંભીરતાથી નથી લેતા અને પ્રશાસન અને પોલીસ અધિકારીઓ, આરોગ્‍ય કર્મચારીઓનું કામ વધારે છે.

​યુવાનો કરી રહ્યાં છે રખેવાળી

વસો પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગીરીરાજસિંહ પરમારે પોલીસની સાથે સાથે ગામના આગેવાનો અને સરપંચની સામે ગામની સુરક્ષામાં પોલીસ સાથે પીપીપી મોડની થીયરી મુજબ ગામના યુવાનોને ભાગીદાર થવા કહ્યું. કોરોના વાઈરસ સામે ગામની સુરક્ષાને પ્રાધાન્‍ય આપતા સરપંચો અને ગામ આગેવાનોએ આ પ્રસ્‍તાવ સહર્ષ સ્‍વીકાયો હતો. લોકડાઉનને વઘુ સફળ બનાવવા માટે વસો પોલિસ સ્‍ટેશનના આ નવતર પ્રયોગ અન્‍ય ગામ માટે પ્રેરણારૂપ બન્‍યો.વસો પોલિસ સ્‍ટેશન હસ્‍તકના વસો તાલુકાના 13 ગામોના યુવાનોએ પોતાના ગામડાના પ્રજાજનો સુરક્ષિત રહે તે માટેની જવાબદારી ઉપાડી લીધી અને પોલીસને આ કામમાં સહભાગી બન્‍યા. તેઓ 24 કલાક શિફટ પ્રમાણે ગામમાં પ્રવેશવાના માર્ગ પર રખેવાળી કરી રહ્યા છે. ગામમાં પ્રવેશવાના માર્ગોને પણ આડસો મૂકીને બંધ કરી દેવામાં આવી છે.

ગામમાં કોઈ અન્યને પ્રવેશ નહી

વસો ગામના અગ્રણી જીતુભાઇએ જણાવ્‍યું હતું કે, વસો તાલુકાના વસો, પીજ, ગંગાપુર, રામપુર, બામરોલી, ટુંડેલ, દેગામ, ઝારોલ, વલેટવા, પલાણા, મિત્રાલ, દંતાલી અને દાવડા ગામમાં આ પ્રકારની વ્‍યવસ્‍થા કરવામાં આવી હોવાથી અન્‍ય ગામમાંથી ગામના યુવાનોની મંજૂરી વગર કોઇ પ્રવેશી શકતું નથી. નડિયાદ તાલુકાના અરેરા અને કમળા ગામો પણ આ રીતે બંધ કરવામાં આવ્‍યા છે. આ કામગીરીમાં સરપંચ સહિત ગામના આગેવાનો પણ પુરો સહકારી આપી રહ્યા છે.

યુવાનોએ આ ફરજ સ્વેચ્છાએ સ્‍વીકારી છે અને સાથે સાથે સોશિયલ ડિસ્‍ટન્‍સનું પણ પાલન કરે છે. તેઓએ ઉમેર્યું હતું કે, ગ્રામજનોની આવશ્યક સેવાઓ તથા શાકભાજી, દૂધ માટે અન્‍ય ગામમાંથી આવતા નાગરીકો/વેપારીઓને પણ ગામની બહાર સેનેટાઇઝ કરીને જ ગામમાં પ્રવેશ આપવામાં આવે છે. તથા જો વધુ જરૂરી ના હોય તો અન્‍ય ગામની વ્યકિત અમારા ગામમાં જે ને મળવા માંગતી હોય તે વ્‍યકિતને ગામમાં આવવાના માર્ગ પર બોલાવી લાવવામાં આવે છે. આમ, આવશ્‍યક સેવાઓ સિવાય કોઇપણ વ્‍યકિતને ગામમાં પ્રવેશ આપવામાં નથી આવતો.

આ પ્રયોગના કારણે પોલીસ કર્મીઓ પર કામનું ભારણ ઓછું થયું છે. તથા ગ્રામજનો પોતાના સ્‍વાસ્‍થ્યની દેખરેખ રાખતા થયા છે.

Last Updated : Apr 26, 2020, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.