ETV Bharat / state

Navratri 2023 : ગતવર્ષે પથ્થરમારાની ઘટના એક વર્ષ બાદ ખેડાના ઉંઢેલામાં નવરાત્રીની શાંતિપૂર્ણ ઉજવણી - ચૂસ્ત પોલીસ બંદોબસ્ત

ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં ગતવર્ષે નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. ઉલ્લેખનિય છે કે, પોલીસે કડક કાર્યવાહી કરતા આરોપીઓને જાહેરમાં માર માર્યો હતો. આ મામલે હાલ કોર્ટમાં કેસ પણ ચાલુ છે. ત્યારે આ વર્ષે નવરાત્રીની ઉજવણી અંગે ગામની પરિસ્થિતિ શું છે જુઓ આ અહેવાલમાં...

Navratri 2023
Navratri 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2023, 4:24 PM IST

ખેડા : માતર તાલુકાના ઉંઢેલા ગામે ગત વર્ષે નવરાત્રી દરમિયાન આઠમે ગરબા પર પથ્થરમારાની ઘટના બનવા પામી હતી. જેને લઇ ગામમાં વાતાવરણ તંગ બન્યું હતું. ત્યારબાદ પોલીસ કાર્યવાહીમાં આરોપીઓને જાહેરમાં માર મારવાનો વીડિયો પણ વાયરલ થવા પામ્યો હતો. જે મામલે હાલ કોર્ટમાં કેસ ચાલુ છે. ત્યારે હાલ નવરાત્રી ચાલી રહી હોઈ ગામનું વાતાવરણ કેવું છે તે જાણવા પ્રયાસ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું.

પથ્થરમારાની ઘટના : માતર તાલુકાના ઉંઢેલા ગામમાં ગત વર્ષે નવરાત્રી દરમિયાન આઠમે ગામની ભાગોળે માતાજીના મંદિર સામે ગરબા થઈ રહ્યા હતા. ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગરબા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં પાંચ વ્યક્તિઓ અને બે પોલીસ જવાનોને ઈજાઓ પહોંચી હતી. જેને લઈ ગામમાં વાતાવરણ તંગ બન્યું હતું. જે બાદ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

પોલીસ કાર્યવાહી પર કેસ : પથ્થરમારાની ઘટના બાદ કાર્યવાહી હાથ ધરતા પોલીસ દ્વારા ઘટનામાં સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન કેટલાક આરોપીઓને પોલીસ દ્વારા જાહેરમાં માર મારવાનો વીડિયો પણ વાયરલ થવા પામ્યો હતો. જે મામલે હાલ કેસ ચાલી રહ્યો છે.

હાલની પરિસ્થિતિ : ગામના આગેવાનો અને ગ્રામજનોના જણાવ્યા મુજબ ગત વર્ષે બનેલી ઘટના બાદ ગામમાં અન્ય કોઈ ખરાબ બનાવ બન્યો નથી. વર્ષ દરમિયાન જે પણ તહેવારો આવ્યા છે તેની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ છે. હાલ નવરાત્રી ચાલી રહી હોઈ ગામમાં શાંતિપૂર્વક ઉજવણી થઈ રહી છે.

ચૂસ્ત પોલીસ બંદોબસ્ત : આ બાબતે માતર પોલીસ સ્ટેશનના PSI કે.ડી.બારોટે જણાવ્યું હતું કે, ગામમાં શાંતિપૂર્ણ રીતે નવરાત્રીની ઉજવણી થઈ રહી છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ દ્વારા ગામમાં પૂરતો બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ નિયમિત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

નવરાત્રીની ઉજવણી : ગામના ગુલામભાઈએ આ અંગે જણાવ્યું હતું કે, ગત વર્ષે ગામમાં જે બનાવ બન્યો તે પછી કોઈ બનાવ બન્યો નથી. ગામમાં શાંતિનો માહોલ છે. ગ્રામજનો અને સ્થાનિક પોલીસના સહયોગથી ગામમાં તમામ તહેવારો શાંતિપૂર્વક ઉજવાય છે. ગામના સરપંચ ઈન્દ્રવદનભાઈ પટેલે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, હાલ ગામમાં નવરાત્રીની શાંતિપૂર્વક ઉજવણી થઈ રહી છે. ગામમાં શાંતિનો માહોલ પ્રવર્તી રહ્યો છે. ગામમાં તમામ લોકો શાંતિથી રહે છે.

  1. Kheda Shivaji Ride Stone Pelting : ખેડાના ઠાસરામાં શાંતિ ડહોળાઈ, શિવજીની સવારી પર પથ્થરમારો
  2. Kheda Crime News: ઠાસરામાં થયેલા પથ્થરમારા સંદર્ભે પોલીસે 3 FIR નોંધી અને કુલ 11ની ધરપકડ કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.