- 2 હોસ્પિટલ દ્વારા જાહેર રસ્તા પર ફેંકવામાં આવી મેડીકલ વેસ્ટ
- જેમાંથી એક હોસ્પિટલમાં કોરોના દર્દીઓની થાય છે સારવાર
- મેડીકલ વેસ્ટ ફેંકાતા જાહેર આરોગ્યને જોખમ
ખેડાઃ જિલ્લાના તાલુકા મથક મહુધા ખાતે શ્રીજી હોસ્પિટલ અને વેદ હોસ્પિટલ આવેલી છે. જેમાં વેદ હોસ્પિટલને કોરોના સારવારની મંજૂરી આપવામાં આવી છે. બન્ને હોસ્પિટલ દ્વારા રાત્રિના સમયે જાહેર રસ્તા પર મેડીકલ વેસ્ટ ફેંકવામાં આવી રહ્યા છે. જેથી નગરજનોમાં રોષની લાગણી ફેલાઈ છે.
મેડીકલ વેસ્ટ ફેંકાતા જાહેર આરોગ્યને જોખમ
મહામારીના માહોલ વચ્ચે કોરોના સારવાર કરતી વેદ હોસ્પિટલ દ્વારા જાહેર રસ્તા પર મેડીકલ વેસ્ટ ફેંકવામાં આવતા જાહેર આરોગ્ય પર જોખમ ઉભી થયું છે. મહત્વનું છે કે, અહીં નજીકમાં દુકાનો પણ આવેલી છે. ત્યારે રસ્તા પર આવેલા કાંસમાં મેડીકલ વેસ્ટ નાખતા નજીકના દુકાનદારો અને દુકાને આવતા ગ્રાહકો સહિત પસાર થતા રાહદારીઓને જોખમ ઉભી થયું છે. અહીંથી ભેંસો પણ પસાર થતી હોય છે. ત્યારે થોડા દિવસ અગાઉ મેડીકલ વેસ્ટ ખાઈ જતા એક ભેંસનું મૃત્યુ ફણ થયું હતું.
આ પણ વાંચોઃ મોરબીની આયુષ હોસ્પિટલને મેડિકલના વેસ્ટ નિકાલ માટે બેદરકારી ભારે પડી, દંડ ફંટકારાયો
વેદ હોસ્પિટલને કોવિડની મંજૂરી
આ બંને હોસ્પિટલમાંથી હાલમાં વેદ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે મંજૂરી આપવામાં આવી છે. જ્યાં કોવિડના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. જોકે, શ્રીજી હોસ્પિટલે પણ કોવિડ દર્દીઓની સારવાર માટે મંજૂરી માગી છે.
આ પણ વાંચોઃ મહેસાણાના કડીમાં પશુ ઈલાજના મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાયો, તંત્ર નિદ્રાધીન
હોસ્પિટલ સામે પગલા લેવા માગ
કોરોના મહામારીમાં હોસ્પિટલો દ્વારા જાહેર આરોગ્ય જોખમાય તેવી ગંભીર બેદરકારી દાખવવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. બંને હોસ્પિટલો વિરૂદ્ધ યોગ્ય પગલા ભરવાની લોકો દ્વારા માગ કરવામાં આવી રહી છે.