ખેડા: નડિયાદ શહેરમાં વધુ એક કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા નડિયાદ શહેર અને ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4 થઈ છે. બુધવારે નવદુર્ગા સોસાયટીના 50 વર્ષિય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં તેમની 75 વર્ષીય માતાનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ એન. ડી.દેસાઈ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
![One more corona positive case was reported in Nadiad city, a total of 4 cases in the district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-khd-01-corona-photo-story-7203754_22042020122010_2204f_1587538210_713.jpg)
તંત્ર દ્વારા સોસાયટીમાં આસપાસના લોકો તેમજ જે ડૉક્ટરના સંપર્કમાં આવ્યા હતા, એ તમામ લોકોના કોરોના રિપોર્ટ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત દર્દીની દવા કરનારા 2 ડૉકટરોને પણ હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.