ખેડાઃ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા ગામમાં બહારના લોકોનો પ્રવેશ અને અવર-જવર અટકાવવા માટે મુખ્ય રસ્તા અને પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે. પ્રવેશદ્વાર પર લાકડા અને ઝાડી ઝાંખરાની આડશ મૂકી બંધ કરવામાં આવ્યા છે. ગામમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે, રાજ્યના શહેરી વિસ્તારો બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાઈરસનો ધીમા પગલે પગ પેસારો થયેલો જોવા મળી રહ્યો છે. જેને લઇ ગામડાઓમાં સતર્કતા વધારી દેવામાં આવી છે. ગ્રામ પંચાયતો દ્વારા આરોગ્ય વિભાગના સહયોગથી ગામોમાં જંતુનાશક દવાઓના છંટકાવ કરીને સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હવે લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા સાથે પ્રવેશબંધી કરવામાં આવી છે.