ETV Bharat / state

ખેડાના ડાકોરમાં APMC દ્વારા શાકભાજી માર્કેટનો પ્રારંભ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ - Dokor vegetable market news

સોમવારના રોજ ડાકોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે શાકભાજી માર્કેટની શરૂઆત કરવામાં આવી છે. માર્કેટની શરૂઆત થતા ખેડુતો તેમજ વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

ડાકોર
ડાકોર
author img

By

Published : Jun 21, 2021, 10:41 PM IST

  • શાકભાજીનું જથ્થાબંધ માર્કેટ ખુલતા ખેડૂતોને રાહત
  • ખેડૂતોને ખર્ચમાં બચત થશે
  • સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો

ખેડા: ડાકોર કપડવંજ રોડ પર APMC દ્વારા માર્કેટનો સોમવારથી પ્રારંભ થતા ખેડૂતોએ વેપારીઓને વેચાણ કર્યુ હતું. માર્કેટ સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો માટે ફાયદારૂપ થશે.

પંથક સહિત આસપાસના ખેડૂતોને રાહત

હોલસેલ શાકભાજી માર્કેટની શરૂઆત કરાતા ખેડૂતો સ્થાનિક માર્કેટમાં પોતાનો માલ વેચી શકશે. ખેડૂતોને પોતાના ખેતરમાં ઉગાડેલું શાકભાજી હવે આણંદ, વડોદરા, અમદાવાદ, નડિયાદ જેવા શહેરોમાં દૂર વેચવા જવું પડશે નહિ. પરંતુ પોતાના ડાકોર વિસ્તારમાં જ પોતાના શાકભાજીનું ટ્રેડિંગ હવે ડાકોર APMC માર્કેટમાં જ કરી શકશે.

ડાકોરમાં શરુ કરાયુ નવું શાકભાજી માર્કેટ

આ પણ વાંચો: ડીસા માર્કેટયાર્ડ Deesa Market Yardમાં ઉનાળાની મગફળીની આવક શરૂ: સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

ખેડૂતોને ખર્ચમાં બચત થશે

શાકભાજીનું માર્કેટ ખુલતા પંથક તેમજ આસપાસના ગ્રામ્ય ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ઘણી મોટી રાહત મળશે. નજીકમાં જ શાકભાજીના વેપારીઓને વેચાણ કરી શકશે. તેઓને પોતાની ઉગાડેલી શાકભાજીનો પણ યોગ્ય ભાવ મળી શકશે.

સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો

મજૂરી વર્ગ કરતા મજૂરો માટે પણ ઘર આંગણે એક મોટી રોજગારીની તક ડાકોરમાં આ શાકમાર્કેટ ખોલવાથી ઊભી થઈ છે. જેને લઇને સમગ્ર ખેડૂતો તથા ડાકોરના નગરજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.

આ પણ વાંચો: પાટણ માર્કેટ યાર્ડમાં જણસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

આગેવાનો ઉપસ્થિત રહ્યા

હોલસેલ શાકભાજી માર્કેટના પ્રારંભ પ્રસંગે APMCના ચેરમેન અને હોદ્દેદારો તેમજ સ્થાનિક આગેવાનો સહિત વેપારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.