ખેડા : જીલ્લામાં સોમવારે મહેમદાવાદના ખાત્રજ ચોકડી પાસે ટેન્કર ચાલકોએ સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યો હતો. તેમજ ખેડા પાસેના નેશનલ હાઇવે પર ટ્રક ચાલકોએ ટ્રકો થંભાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. નવા કાયદા મુજબ અકસ્માતમાં ડ્રાઈવરને 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદાના વિરોધના સૂરો અનેક જગ્યાએ ઉઠ્યા છે. ખાસ કરીને ટ્રક ડ્રાઈવરો જે રોજબરોજ ટ્રક ચલાવતા હોય તે લોકો આ કાયદાથી નાખુશ છે. જેના કારણે અનેક જગ્યાએ ચક્કાજામ કરી ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યા છે.
રસ્તા રોકીને આંદોલન કરાયું : આજે મંગળવારે અમદાવાદ ડાકોર હાઈવે પર મહુધાના મિરઝાપુર ખાતે રોડ પર તમામ ડ્રાઇવરો એકઠા થયા હતા. આ કાયદા અને સજાના વિરોધમાં રસ્તો રોક્યો હતો. તેમજ સૂત્રોચ્ચાર કરી કાયદામાં સુધારો કરવા અથવા તો કાયદો પાછો ખેંચવાની માંગ કરી હતી. મહુધા તાલુકાના નાનકડા મિરઝાપુર ગામમાં 200 જેટલા ટ્રક ડ્રાયવરો છે. જેઓ ટ્રક ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સરકારે આકરી સજાની અને દંડની જોગવાઈ કરતા તેઓ ચિંતિત બન્યા છે.
ડ્રાયવરોએ તેમની વ્યથા જણાવી : ડ્રાયવરો કાયદાનો વિરોધ કરી રહ્યા છે. જો કે વિરોધ માટે ટ્રકો થંભાવી દેતા તેમને આર્થિક મુશ્કેલી પણ પડી રહી હોવાનું જણાવી રહ્યા છે. સરકારના કાળા કાયદાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરાયુ છે. તેમની માંગ છે કે, સરકાર તાત્કાલિક આ કાળો કાયદો પાછો લે. જેટલો ડ્રાયવરનો પગાર નથી એટલો દંડ છે તેમજ દસ વર્ષની સજા છે.
Truckers protest: નવા કાયદા વિરૂદ્ધ ટ્રાન્સપોર્ટરોનો ઉગ્ર વિરોધ, પાંચ રાજ્યોમાં સૌથી વધુ અસર