ભાજપ કાર્યાલય નડિયાદ ખાતે જનજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે પાર્ટીના અને જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે વિચાર ગોષ્ઠી યોજાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલા લોકોને માર્ગદર્શન આપવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાનની રાજનીતિથી દેશમાં વર્ષો સુધી દૂરોગામી અસર રહેશે તેવા નિર્ણયો લેવાયા છે. આ દેશના નાગરિકો વર્ષોથી જેની રાહ જોતા હતા તે કાશ્મીર સંબંધી કલમ-370ને રદ કરવાનો ઐતિહાસીક નિર્ણય લેવાયો છે. તેની પૃષ્ઠભૂમિ અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અસરો સંબંધે લોકોમાં જનજાગૃતિ કરવાના આશય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ખુબ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. અમારી ભારતીય જનતા પાર્ટી ઓલ ઈન્ડિયાની અપેક્ષા છે કે, સમગ્ર ભારતના નાગરિકો આ સમગ્ર ઘટનાક્રમને મૂલવે તેની હકીકતોને જાણે અને દેશમાં રાજનૈતિક રીતે જે હિંમતભર્યું પગલું વડાપ્રધાને લીધું છે અને પોતાનો પરિચય આપ્યો છે તેને જાણે.
આ પ્રસંગે પ્રભારી જયસિંહ ચૌહાણ, સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, કેસરીસિંહ સોલંકી, મહામંત્રી ગોપાલ શાહ, દશરથ પટેલ સહિત હોદ્દેદારો, કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.