મહેમદાવાદ તાલુકાની તમામ આંગણવાડી વર્કર બહેનો દ્વારા પોષણ માસ અંતર્ગત સપ્ટેમ્બર 2019ની ઉજવણીના ભાગ રૂપે પૌષ્ટિક વાનગીની હરીફાઈ યોજી હતી. વિજેતા બહેનોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રોગ્રામ ઓફિસર આશાબેન બ્રહ્મભટ્ટ અને બાળવિકાસ યોજના અધિકારી વાસંતીબેન શાહે જણાવ્યું હતું કે, મહિલા બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત “પોષણ માસ” સપ્ટેમ્બર 2019 ની ઉજવણી પર્વ નિમિત્તે તમામ આંગણવાડી વર્કર બહેનોને પોષણના જરુરી ઘટકો જેવા કે બાળકના પ્રથમ 1000 દિવસ, એનિમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડવોશ અને સેનિટેશન, પૌષ્ટિક આહાર વિશેની જરૂરી માહિતી આપી હતી સાથે જ આંગણવાડી બહેનોને પોતાના વિસ્તારમાં સગર્ભા માતાને ગર્ભાવસ્થા દરમિયાન શું કાળજી રાખવી જોઈએ અને જન્મ બાદ બાળકોની શું કાળજી રાખવી સાથે જ બાળકોને 1 વર્ષ સુધી પોષણ અંગે જાણકારી આપવા માટે જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર આશાબેન બ્રહ્મભટ્ટ બાળવિકાસ યોજના અધિકારી વાસંતીબેન શાહ, પ્રાર્થના રાઠોડ, ચેતના પટેલ અને સુપરવાઈઝર તથા શ્રુતિબેન, અંકુરભાઈ કોઓર્ડીનેટર નેશનલ ન્યુટ્રિશન મીશન સાથે મહેમદાવાદ નગરપાલિકાના પ્રમુખ મનિષાબેન પાંડવ ઉપસ્થિત રહ્યા હતા.