ETV Bharat / state

નડિયાદના ક્રિકેટ ખેલાડી રિપલ પટેલની IPLમાં પસંદગી - Delhi Capitals team

અક્ષર પટેલ બાદ નડિયાદના વધુ એક ક્રિકેટ ખેલાડીની IPLમાં પસંદગી થઈ છે. નડિયાદ નજીકના પીપલગ ગામના રિપલ પટેલની દિલ્હી કેપિટલ્સની ટીમમાં પસંદગી થવા પામી છે. રિપલ એક સામાન્ય પરિવારમાંથી આવે છે તેના પિતા ડ્રાઇવિંગ કરે છે.તેની પસંદગીથી પરિવાર અને ગામમાં ખુશીનો માહોલ છવાયો છે.

નડિયાદના ક્રિકેટ ખેલાડી રિપલ પટેલની IPLમાં પસંદગી

author img

By

Published : Feb 19, 2021, 7:35 PM IST

  • નડિયાદના વધુ એક ક્રિકેટ ખેલાડીની IPLમાં પસંદગી
  • નડિયાદ નજીકના પીપલગ ગામના રિપલ પટેલની દિલ્હી કેપિટલ્સની ટીમમાં પસંદગી
  • રિપલનો જિલ્લા,રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક વખત ઉત્કૃષ્ઠ દેખાવ
    નડિયાદ
    નડિયાદ

ખેડાઃ અક્ષર પટેલ બાદ નડિયાદના વધુ એક ક્રિકેટ ખેલાડીની IPLમાં પસંદગી થઈ છે. નડિયાદ નજીકના પીપલગ ગામના રિપલ પટેલની દિલ્હી કેપિટલ્સની ટીમમાં પસંદગી થઇ છે. રિપલ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા ડ્રાઇવિંગ કરે છે. તેની પસંદગીથી પરિવાર અને ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. નડિયાદના પીપલગ ગામના રિપલ પટેલની IPLની ઓક્શનમાં પસંદગી થઇ છે. દિલ્હી કેપિટલ્સની ટીમ દ્વારા તેને 20 લાખની બેઝ પ્રાઇસમાં ખરીદવામાં આવ્યો છે. તેને ટિમમાં મિડલ ઓર્ડર અને પેસ બોલર તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે.

નડિયાદ

પરિવારજનોમાં ખુશીનો માહોલ

પીપલગ ગામના એક સામાન્ય પરિવારમાંથી આવતા રિપલની IPLમાં પસંદગી થતા તેના પરિવારજનો અને ગામમાં ખુશીનો માહોલ છવાયો છે સાથે જ જિલ્લાના અન્ય ખેલાડીઓના ઉત્સાહમાં પણ વધારો થયો છે. જિલ્લા અને રાજ્યની ટીમમાં અનેક વખત ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. રીપલ છેલ્લા પાંચ વર્ષથી ખેડા ક્રિકેટ એસોસિયેશન તરફથી જિલ્લાની ટીમમાં રમે છે. જેમાંથી 2018માં ડીવાય પાટીલ ટી 20માં ઓલ ઇન્ડિયા ટુર્નામેન્ટમાં સિલેક્શન થયું હતું. જેમાં એક મેચમાં એક દિવસમાં 24 છક્કા માર્યા હતા. ટી-20 ટુર્નામેન્ટમાં ચાર વખત બેટિંગ કરી તમામમાં હાફ સેન્ચુરી મારી હતી. જેમાં બે વખત નોટ આઉટ રહ્યો હતો. ગુજરાતમાં સૈયદ મુસ્તાક અલી ટી-20માં પણ ગુજરાતની ટીમમાંથી ભાગ લીધો હતો. જેમાં ટોપ 10 માં તેની સ્ટ્રાઈક રેટ જોવા મળી હતી. રિપલ ચોથા કે પાંચમા ક્રમે બેટિંગ કરવા સાથે મિડિયમ પેસર બોલર પણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.