ETV Bharat / state

બાળકીનું અપહરણ કરી ભગાડી જનાર નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નડિયાદ પોલીસ

ખેડા જિલ્લાના નડિયાદમાં 13 વર્ષિય બાળકીનું અપહરણ કરી ભગાડી જનાર નાસતા ફરતા પરપ્રાંતિય આરોપીને નડિયાદ પોલિસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલિસ દ્વારા બાળકીને અગાઉ છોડાવી તેના માતપિતાને સોંપવામાં આવી હતી.

Nadiad police
બાળકીનું અપહરણ કરી ભગાડી જનાર નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નડિયાદ પોલીસ
author img

By

Published : Jun 30, 2020, 1:27 AM IST

બાળકીનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

  • આરોપીએ 13 વર્ષની બાળકીનું કર્યું હતું અપહરણ
  • નડિયાદ પોલીસે સુરેન્દ્રનગરમાંથી આરોપીને ઝડપ્યો
  • પોલીસે અગાઉ બાળકીને છોડાવી માતા-પિતાને સોપી હતી

ખેડાઃ જિલ્લાના નડીયાદમાં 13 વર્ષિય બાળકીનું અપહરણ કરી ભગાડી જનાર નાસતા ફરતા પરપ્રાંતિય આરોપીને નડીયાદ પોલિસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલિસ દ્વારા બાળકીને અગાઉ છોડાવી તેના માતપિતાને સોંપવામાં આવી હતી.

મૂળ મધ્યપ્રદેશના તેમજ હાલ ખેડાના ડભાણ ખાતે રહેતા એક પરિવારની 13 વર્ષની નાની બાળકીને મધ્યપ્રદેશનો રહેવાશી આરોપી દીપક તડવીએ સુરેન્દ્રનગર ભગાડી લઇ ગયો હતો. જે મામલે પોલીસ ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે કેસની તપાસ દરમિયાન બાળકીને તેના માં-બાપને સોંપવામાં આવી હતી. જ્યારે આરોપી નાસતો ફરતો હતો. જે આરોપી અંગે બાતમી મળતા નડિયાદ પોલીસની ટીમ દ્વારા સુરેન્દ્રનગરના અંકેવાડીયા ખાતે પહોંચી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે નાની બાળકીઓને અપહરણ કરી ભગાડી લઈ જતા આરોપીઓને તેમજ ભોગ બનનાર બાળકીઓને ઊંડાણપૂર્વક તપાસ કરી ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક નડિયાદની સૂચનાના આધારે નડિયાદ વિભાગ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.