- નર્સિગની વિદ્યાર્થિનીએ કર્યો હતો આપઘાત
- આરોપી જય પંચાલ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો
- નડીયાદ કોર્ટ દ્વારા આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડવાનો ચુકાદો
ખેડાઃ જિલ્લાના નડિયાદમાં ચકચાર મચાવનાર કલ્પના રોહિત આપઘાત કેસમાં દુષ્પ્રેરણા કરવા માટે આરોપી જય પંચાલ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કેસ નડિયાદ કોર્ટમાં ચાલતા તેની સુનાવણી દરમિયાન નડીયાદ કોર્ટ દ્વારા આરોપી જય પંચાલને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. જે ચુકાદાને લઈ ફરિયાદી પક્ષ દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવશે.
શુ હતો સમગ્ર મામલો?
નડિયાદ શહેરના વી કેવી રોડ પર આવેલા કર્મવીર ફ્લેટના નવમા માળેથી સપ્ટેમ્બર 2017 માં નર્સિંગની વિદ્યાર્થીની કલ્પના રોહિતે કૂદીને આપઘાત કર્યો હતો. જે ઘટનામાં શહેરની રાજહંસ સિનેમાના મેનેજર જય પંચાલ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.