ખેડાઃ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા જિલ્લાના નડિયાદ, ખેડા, ડાકોર અને મહુધા સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.ત્યારે ખેડા જિલ્લામાં પણ તેની અસર જોવા મળી હતી. ખેડા જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. છેલ્લા ચારેક દિવસથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના નડિયાદ, ખેડા, મહુધા તેમજ ડાકોર સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
વરસાદ અને ભારે પવનને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેને લઈ ભારે ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોએ રાહતની લાગણી અનુભવી હતી. વરસાદને પગલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.