- મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનની ઠાસરામાં શરૂઆત
- ઠાસરા તાલુકાના ગામોને કોરોનામુક્ત કરવા માટે બેઠક યોજાઈ
- સરપંચો અને તલાટીઓને માર્ગદર્શન અપાયું
ખેડા : જિલ્લાના ઠાસરા ખાતે મારૂ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન હેઠળ તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા તાલુકાના સરપંચો અને તલાટીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
આ પણ વાંચો - 'મારુ ગામ કોરોનામુક્ત ગામ' અભિયાનને ડાંગમા વ્યાપક જન સમર્થન
સરપંચો અને તલાટીઓને માર્ગદર્શન અપાયુ
આ બેઠકમાં ગામોમાં કોરોના સંક્રમણને રોકવા ગ્રામ પંચાયતો દ્વારા આરોગ્ય વિભાગના સહયોગથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવા જણાવાયુ હતું. તેમજ બહારથી આવતા તમામનું કોરોના ટેસ્ટ ફરજિયાત કરવાનું તેમજ સરકાર તરફથી આપવામાં આવતી સૂચના અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા બાબતે નાગરિકોને માહિતગાર કરવા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - CM રૂપાણીએ રાજ્યના તમામ ગામોના સરપંચો સાથે ચર્ચા કરી, 'મારુ ગામ કોરોના મુક્ત ગ્રામ'નો આપ્યો સંદેશ
ગામડાઓમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ
ખેડા જિલ્લામાં શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણમાં દિવસે દિવસે ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેને લઈ તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - 'મારૂં ગામ કોરોનામુક્ત ગામ': ગામડાંઓને કોરોનામુક્ત બનાવવા મુખ્યપ્રધાન રૂપાણીનો માસ્ટર પ્લાન