ETV Bharat / state

Kargil Vijay Diwas 2021: શહીદ વીર દિનેશ વાઘેલાએ સતત બે કલાક સુધી દુશ્મનો પર ગોળીઓ વરસાવી હતી - Kapadvanj taluka

કારગિલ યુદ્ધમાં દેશના વીર સપૂતોની વીરતાને પગલે ભારતે વિજય મેળવ્યો હતો. જેને લઈ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે માતૃભૂમિની રક્ષા કરતા શહીદ થયેલા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી ગામના વીર શહીદ દિનેશ વાઘેલા વિશે જાણીએ...

શહીદ વીર દિનેશ વાઘેલાએ સતત બે કલાક સુધી દુશ્મનો પર ગોળીઓ વરસાવી હતી

author img

By

Published : Jul 26, 2021, 8:35 AM IST

  • દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી સેનામાં જોડાયા
  • કારગિલ યુદ્ધમાં ભારે વીરતા દાખવી શહીદી વ્હોરી
  • સતત બે કલાક સુધી દુશ્મનો પર ગોળીઓ વરસાવી

ખેડા : કારગિલ યુદ્ધમાં ખેડા જિલ્લાના કપડવંજના નિરમાલી ગામના વીર શહીદ દિનેશ વાઘેલાએ ભારે વીરતા દાખવીને સતત બે કલાક સુધી દુશ્મનો પર ગોળીઓ વરસાવી શહીદી વ્હોરી હતી.

શહીદ વીર દિનેશ વાઘેલાએ સતત બે કલાક સુધી દુશ્મનો પર ગોળીઓ વરસાવી હતી
શહીદ વીર દિનેશ વાઘેલાએ સતત બે કલાક સુધી દુશ્મનો પર ગોળીઓ વરસાવી હતી

દેશ માટે કંઈક કરીને છૂટવાની ભાવનાથી તેઓ ભારતીય સેનામાં જોડાયા

નિરમાલી ગામમાં રહેતા મોહનભાઈ વાઘેલાને ત્રણ પુત્રો છે. જેમાંથી મોટો પુત્ર દિનેશભાઈ વાઘેલા અમદાવાદ ખાતે મદદનીશ શિક્ષક તરીકે સેવા આપતા હતા.જે પછી દેશ માટે કંઈક કરીને છૂટવાની ભાવનાથી તેઓ ભારતીય સેનામાં જોડાયા હતા. જ્યાં ભરતી થયાને ત્રીજા જ વર્ષે કારગિલ યુદ્ધ થયું હતું.

મુશકોહ ખીણમાં દિનેશ વાઘેલા ફરજ પર હતા

શહીદ દિનેશ વાઘેલા 11 જૂન 1996ના રોજ આર્મીમાં જોડાયા હતા. તેમણે મધ્યપ્રદેશના સાગર ખાતે ટ્રેનિંગ લીધી હતી. દિનેશનું પ્રથમ પોસ્ટિંગ પંજાબના અમૃતસર ખાતે થયું હતું. જે બાદ જમ્મુ-કાશ્મીરમાં કારગીલ સબ સેક્ટર મુશકોહ ખીણમાં શહીદ દિનેશ વાઘેલા ફરજ બજાવતા હતા.

આ પણ વાંચો : ગોઝારો દિવસ, અમદાવાદ સિવિલ બ્લાસ્ટના 12 વર્ષ પૂર્ણ, શહીદોને શ્રદ્ધાંજલિ આપી

28 જૂન 1999ના રોજ શહીદી વ્હોરી

તેમને ભારે બહાદુરી અને વીરતાપૂર્વક દુશ્મનો પર સતત બે કલાક સુધી ગોળીઓ વરસાવી હતી. દુશ્મનની ગોળીઓ સામી છાતીએ ઝીલી 28 જૂન 1999ના રોજ શહીદી વ્હોરી હતી. તેમને માથાના ભાગે ગોળી વાગી હતી. જે બાદ પૂરા માન-સન્માન સાથે શહીદ દિનેશ વાઘેલાને પોતાના વતન નિરમાલી ખાતે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

પરિવારજનો સાથે છેલ્લે પત્ર દ્વારા વાત કરી હતી

જ્યારે રજાઓમાં ઘરે આવ્યા ત્યારે તેમની માતાએ લગ્ન માટેની વાત કરી હતી. જે બાદ રજાઓ પુરી થતા દિનેશ ડ્યુટી પર ગયા હતા. જે દરમિયાન કારગીલ યુદ્ધ શરૂ થયું હતું. શહીદી વ્હોરી ત્યારે છેલ્લે તેમણે પરિવારજનો સાથે પત્ર દ્વારા વાત કરી હતી. યુદ્ધ શરૂ થતા તેમના પરિવારજનોએ તેમને પત્ર લખીને તેમની ખબર પૂછતા તેમણે ચિંતા ન કરવા પરિવારજનોને જણાવ્યું હતું. જે અંગે તેમની માતા સુમનબેન આંખોમાં આંસુ રોકી જણાવી રહ્યા છે.

શહીદની સ્મૃતિમાં ગામની શાળાને નામ અપાયું

શહીદ દિનેશ વાઘેલાની સ્મૃતિમાં ગામમાં સરકાર દ્વારા પ્રાથમિક શાળાને તેમનું નામ આપવામાં આવ્યું છે. તેમજ ગામમાં મુખ્ય ચોક પર શહીદની યાદ અપાવવા તેમના માનમાં ખાંભી બનાવવામાં આવી છે. શહીદ દિનેશ વાઘેલાના પરિવારને સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા તેમના પરિવારને પાંચ લાખની સહાય પણ આપવામાં આવી હતી. જોકે, હજુ પરિવાર જમીનથી વંચિત રહ્યો છે. પરિવારને મળવા પાત્ર જમીન હજુ સરકાર ફાળવી શકતી નથી.

આ પણ વાંચો : #KargilVijayDiwas: ગુજરાતના શહીદો પર પુસ્તક લખનાર પૂર્વ નેવી ઓફિસર સાથે ખાસ વાતચીત

પરિવાર દેશ માટે શહીદી વ્હોરનાર સપૂત માટે ગર્વ અનુભવી રહ્યો

દિનેશ વાઘેલા અપરિણીત હતા. તેમના પરિવારમાં માતા-પિતા તેમજ બે ભાઈઓ છે. બન્ને ભાઈ નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સમગ્ર પરિવાર દેશ માટે શહીદી વ્હોરનાર સપૂત માટે ગર્વ અનુભવી રહ્યો છે. વંદન છે તે શહીદ દિનેશ વાઘેલાને જેમણે દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપી દીધું.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.