ETV Bharat / state

ગુજરાતમાં અહિં આઝાદીકાળથી લોકો ઘરે ઘરે પતંગ બનાવે છે, 100થી વધું કારખાના ધમધમે  છે

નડિયાદ આઝાદીકાળથી પતંગના વ્યવસાયને લઈને (Kite industry in Nadiad) જાણીતું છે. શહેરના ગાજીપુરવાડા વિસ્તારમાં લોકો ઘરે ઘરે પતંગ બનાવી રહ્યા છે. આ ઉપરાંત 100થી વધુ પતંગ બનાવવાના કારખાના ધમધમી રહ્યા છે. (Nadiad Kite making factories)

આઝાદીકાળથી લોકો ઘરે ઘરે પતંગ બનાવે છે, 100થી કારખાના ધમધમે આખું વર્ષે

author img

By

Published : Jan 13, 2023, 10:24 PM IST

રાજ્યમાં પતંગ ઉદ્યોગનું હબ ગણાતુ નડીયાદ

ખેડા : જિલ્લાનું નડિયાદ શહેર આઝાદીકાળથી પતંગ બનાવવાના વ્યવસાયમાં જાણીતું છે. શહેરના ગાજીપુરવાડા વિસ્તારમાં પતંગ બનાવવાના ઘરે ઘરે કારખાના અને ગૃહ ઉદ્યોગો ધમધમી રહ્યા છે. જે નડિયાદને પતંગ ઉદ્યોગનું હબ બનાવે છે. સમગ્ર ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં નડીયાદમાં બનાવાયેલા પતંગો ઉડાવાય છે.

1000 ઉપરાંત કારીગરોને રોજગારી 100 જેટલા કારખાનામાં 1000 ઉપરાંત કારીગરોને રોજગારી નડિયાદ શહેરમાં લગભગ 100 જેટલા પતંગના કારખાના આવેલા છે. જ્યાં વિવિધ પ્રકારના અલગ અલગ પતંગ બનાવાય છે. આ કારખાના હજાર ઉપરાંત કારીગરો માટે રોજગારીનું માધ્યમ છે. પતંગ બનાવવાના કારખાનામાં કમાન કાપવાથી માંડી પેપર સ્ટીકર ચોટાડવા જેવી અલગ અલગ વ્યક્તિઓ કામગીરી કરતા હોય છે. કારીગરોને તેમની પતંગ બનાવવાની મંજૂરી નંગ પર આપવામાં આવતી હોય છે.

આ પણ વાંચો વિદેશીઓ પણ બોલ્યા 'કાઈપો છે', 16 દેશના પતંગબાજોની પતંગોથી રંગાયું સફેદ રણનું આકાશ

રોજની બે લાખ પતંગો બનાવાય છે 60 જેટલા મુખ્ય કારખાના તેમજ અન્ય ઘરે ઘરેથી બનાવાતી પતંગો મળી રોજની અંદાજે કુલ બે લાખ જેટલી પતંગો બનાવવામાં આવે છે. કાગળ કટિંગ, વાંસની સળી લગાવવી, કાગળ ચોંટાડવા સહિતની કામગીરી કરી ચારથી પાંચ કારીગરો મળી એક પતંગ બનાવે છે. પતંગ બનાવવાની કામગીરી ઉતરાયણ બાદ થોડા દિવસ માટે બંધ રહે છે. બાદમાં આખું વર્ષ પતંગ બનાવવાની કામગીરી ચાલતી રહે છે.

આ પણ વાંચો સફેદ રણમાં બોલીવૂડ પ્રમોશન, કાર્તિક આર્યન તારીખ 14મીના કચ્છના રણમાં પતંગ ઉડાડી કરશે ફિલ્મ શેહઝાદાનું પ્રમોશન

સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં માંગ નડીયાદમાં બનાવાતી પતંગોની સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ભારે માંગ રહે છે. આ પતંગ બનાવવાના ઠઠ્ઠા કમાન કલકત્તામાંથી મંગાવવામાં આવે છે. જ્યારે પતંગ બનાવવાના કાગળ દિલ્હી, કલકત્તા જેવા શહેરોમાંથી ખરીદી કરવામાં આવે છે. સમગ્ર રાજ્યમાંથી વેપારીઓ નડિયાદમાંથી પતંગની ખરીદી કરતા હોય છે. પતંગોમાં જુદા જુદા રંગ, ડીઝાઈનો હોય છે. ફરાચીલ, સફેદ ચિલ, રંગીન પત્તાચીલ, કાટદાર પ્લાસ્ટિક જેવી વિવિધ પ્રકારની પતંગોની ભારે માંગ રહે છે. સફેદ ચિલ પતંગ એ નડીયાદની ખાસિયત છે. જેની કાયમ ભારે માંગ રહે છે. આ વર્ષે સૌથી લોકપ્રિય વડાપ્રધાન મોદીની પતંગ સાથે પુષ્પાની પતંગો માર્કેટમાં જોવા મળે છે. જોકે આ વર્ષે ઘરાકીમાં થોડો ફરક પડ્યો હોવાનું આ કારખાનદારો જણાવી રહ્યા છે. (Makar Sankranti 2023)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.