ખેડા: જિલ્લાના મહુધાના સાસ્તાપુરથી તમાકુની 110 ગુણો ચોરી કરવાના મામલામાં મહુધા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાંથી તમાકુના મોટા જથ્થાની ચોરી કરતી ગેંગ વિશે ચોક્કસ બાતમી મળી હતી. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને 11 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસની પૂછપરઠ બાદ આ તમામ ચોરોએ ગુનો કબૂલ કર્યો હતો. ત્યારે આ સાથે પોલીસે તમાકુની 110 ગુણો કબ્જે કરી હતી. આશરે બે મહિના અગાઉ રાત્રીના સમયે મહુધા તાલુકાના સાસ્તાપુર ગામેથી જીગ્નેશભાઈ પટેલ નામના ખેડૂતના ઘર બહારથી કોઈ ચોર ઈસમ દ્વારા તમાકુ ભરેલી 110 ગુણો ચોરી કરી જવા બાબતે મહુધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસને ગ્રામ્ય વિસ્તારોમાં તમાકુના મોટા જથ્થાની ચોરીઓ કરતી ગેંગ વિશે ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે તપાસ કરતા પોલીસ દ્વારા આણંદ જિલ્લાના ઉમરેઠથી ટ્રાન્સફર વોરંટથી 11 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.