- બે ગુનેગારોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા
- મહેમદાવાદ તેમજ અમદાવાદ શહેરમાં થયેલી 5 ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા
- ફ્લેટની સ્લાઇડર બારીઓ ખોલી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી
ખેડા : મહેમદાવાદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી. જેને આધારે પોલીસ દ્વારા જૂના ખેડા રોડ ભમરીયા કુવા પાસે બાઈક સાથે મહેશભાઈ રમેશભાઈ દેવીપૂજક અને ગોપીભાઈ કનુભાઈ સોલંકીને રોકવામાં આવ્યા હતા. જે બન્નેની અંગ જડતી કરતાં તેમની પાસેથી રૂપિયા 2,25,000ની કિંમતની 5 તોલા વજનની સોનાની ચાર બંગડી તેમજ રૂપિયા 15,000ની કિંમતના 3 નંગ એન્ડ્રોઈડ ફોન મળી આવ્યા હતા. જે બાબતે પૂછપરછ કરતા મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબ ચોરીમાં ગયેલા મુદ્દામાલ હોવાનું જણાતા આ મુદ્દામાલ બન્ને પાસેથી રિકવર કરવામાં આવ્યો હતો.
મહેમદાવાદ તેમજ અમદાવાદ શહેરમાં થયેલી પાંચ ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા
મહેમદાવાદ પોલીસ દ્વારા બન્નેની વધુ પૂછપરછ કરતા દ્વારા અન્ય ચાર ગુનાઓના ભેદ ઉકેલાયા હતા.
- બે માસ અગાઉ અમદાવાદમાં રાધે કિશન ફ્લેટમાં થયેલી ચોરી
- અમદાવાદ શહેરમાં ધર્મ ધ્યાન રેસિડેન્સીમાંથી 2 નંગ સોનાની વીંટી તેમજ રૂપિયા 11,000 રોકડની ચોરી
- હાથીજણ ધર્મ વાટિકા ફ્લેટમાંથી સોના ચાંદીના દાગીના, મોબાઇલ ફોન તેમજ રોકડ મળી રૂપિયા 2,70,000ની ચોરી
- અમદાવાદ શહેર વટવા GIDC વિસ્તારના પંચરત્ન હોમ્સના ફ્લેટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી
આ તમામ ચોરીની આરોપીઓ દ્વારા કબૂલાત કરવામાં આવી હતી.
ફ્લેટની સ્લાઇડર બારીઓ ખોલી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી
ઝડપાયેલા આરોપીઓ ફ્લેટના પહેલા માળે ફ્લેટની સ્લાઇડર બારીઓ યુક્તિપૂર્વક ખોલી ઘરફોડ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.
આ પણ વાંચો -
- ખેડાના મહેમદાવાદ પાસે લક્ઝરી બસે બાઈકને અડફેટે લેતા બેના મોત, એક ઈજાગ્રસ્ત
- મહેમદાવાદમાં એક મકાનમાંથી 7.90 લાખ રૂપિયાની ચોરી
- ટ્રેનમાં આંગડીયા પેઢીના કર્મી ઉંઘતા રહ્યા અને ચોરી થઇ ગયા 2.15 કરોડના દાગીના
- દાંડીયાત્રાઃ ખેડાના મહેમદાવાદ પોલીસ મથકના કોન્સ્ટેબલે દુહા-છંદની રમઝટ બોલાવી
- ખેડામાં શાળામાં શિક્ષિકાના અસભ્ય વર્તનને કારણે ગ્રામજનોનો હોબાળો
- નડિયાદ અને મહેમદાવાદ ખાતે રામ જન્મભૂમિ નિધિ સમર્પણ કાર્યક્રમ યોજાયો