વધુમાં જણાવ્યું હતું કે, વધુ પડતા રાસાણિક ખાતર અને જંતુનાશક દવાઓ માનવજાતના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ત્યારે સપ્રમાણ ઇનપુટ્સનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી ખેડૂતોને સજીવ ખેતી તરફ વળવા જણાવ્યું હતું. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ APMC લીંબાસી ખાતે યોજાયેલ માતર તાલુકાના કૃષિ મહોત્સવમાં પ્રગતિશીલ ખેડૂતો તેમજ બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા ખેડૂતોનું શાલ, સન્માનપત્ર અને રોકડ પુરસ્કાર સ્વરૂપે ચેક વિતરણ કરી સન્માન કર્યું હતું.
ખેડૂતોને સમાયાંતરે પોતાની જમીનની ચકાસણી કરાવી કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન મુજબ જમીનનું સ્વાસ્થ્ય સુધારવા અનુરોધ કર્યો હતો.શિક્ષણપ્રધાને આ અવસરે યોજાયેલા કૃષિલક્ષી પ્રદર્શનની પણ મુલાકાત લઇ વિવિધ સ્ટોલોનું નિરીક્ષણ કર્યું હતું અને પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, પ્રભારી સચિવ એ.કે.રાકેશ, કલેક્ટર સુધીર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.મોદી, APMC ચેરમેન, કૃષિ-બાગાયત-પશુપાલન વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો સહિત ખેડૂતો ઉપસ્થિત રહયા હતા.