ETV Bharat / state

Kheda Vadtal Dham: વડતાલ ધામમાં સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવ ઉજવાયો

સુપ્રસિદ્ધ વડતાલ ધામ(Kheda Vadtal Dham ) ખાતે સ્વામીનારાયણ મંદિરમાં દિવ્ય શાકોત્સવની ભક્તિભાવ પુર્ણ ઉજવણી કરવામાં આવી હતી. શાકોત્સવ નિમિત્તે મંદિરમાં બિરાજેલા શ્રીહરિકૃષ્ણ મહારાજ સમક્ષ ચૂલા ઉપર રીંગણનું શાક અને રોટલા બનાવવાની સામગ્રી મુકવામાં આવી હતી. આ દિવ્ય દર્શનનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Kheda Vadtal Dham: વડતાલ ધામમાં સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવ ઉજવાયો
Kheda Vadtal Dham: વડતાલ ધામમાં સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવ ઉજવાયો
author img

By

Published : Feb 16, 2022, 6:04 PM IST

ખેડાઃ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની(Swaminarayan Temple Shakotsav ) વડતાલ ખાતે મહાસુદ પૂનમના રોજ 201માં શાકોત્સવની(Kheda Swaminarayan Temple ) આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને ચેરમેન દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેનો 25 હજારથી વધુ હરિભક્તોએ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

શાકોત્સવ ઉજવાયો

ભગવાન શ્રીહરિએ 200 વર્ષ પહેલા દિવ્ય શાકોત્સવની ઉજવણી કરી

વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ મંદિરનાં સભામંડપમાં હરિગુણદાસજી સ્વામી (ઉમરેઠ)એ ભગવાન શ્રીહરિએ 200 વર્ષ પહેલા લોયામાં સુરાખાચરનાં દરબારમાં ભક્તોની પ્રસન્નાર્થે દિવ્ય શાકોત્સવની (Swaminarayan Temple Shakotsav)ઉજવણી કરી હતી. જેની શાકોત્સવ લીલાની કથાનું રસપાન કરાવ્યું હતું. શ્રીહરિએ 16 મણ ઘીમાં 60 મણ રીંગણાનું શાક બનાવ્યું હતું. આ વઘાર ભગવાને જાતે કર્યો હતો. આ ઉત્સવમાં શ્રીહરિએ તૈયાર કરેલ પ્રસાદ નંદસંતો તથા હરિભક્તો ભાવથી જમ્યા હતા. જે પરંપરા આજે પણ સંપ્રદાયમાં ચાલી આવે છે. સંપ્રદાયના નાના મોટા મંદિરોમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ સંપ્રદાયમાં વડતાલનો શાકોત્સવ મહત્વનો માનવામાં આવ્યો છે.

રીંગણનું શાક અને રોટલા બનાવવાની સામગ્રી મુકવામાં આવી

મહાસુદ પૂર્ણિમાનાં દિવસે શાકોત્સવ નિમિત્તે મંદિરમાં બિરાજેલા શ્રીહરિકૃષ્ણ મહારાજ સમક્ષ ચૂલા ઉપર રીંગણનું શાક અને રોટલા બનાવવાની સામગ્રી મુકવામાં આવી હતી. આ દિવ્ય દર્શનનો હરિભક્તોએ લાભ લઈ 200 વર્ષ પહેલા લોયામાં ઉજવાયેલા શાકોત્સવની અનુભુતી કરી હતી.

આ પણ વાંચોઃ વડતાલધામ ખાતે આમ્રોત્સવ ઉજવાયો

દેશ વિદેશમાં શાકોત્સવની ઉજવણી

આ પ્રસંગે ચેરમેન દેવપ્રકાશ સ્વામીએ પ્રાસંગીક ઉદ્‌બોધન કર્યુ હતું. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું ઘોર કરીકાળમાં ભગવાન શ્રીહરિએ પધારી સંપ્રદાયમાં ઉત્સવોની હારમાળા સર્જી છે. ભગવાને જે કર્યુ તે ઔલોકીક થઈ ગયું. શ્રીહરિએ સુરાખાચરનાં ઘરે બે બે માસ દરમ્યાન શાકોત્સવની ઉજવણી કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉત્સવ એટલે શાકોત્સવ. નાના હરિમંદિરથી લઈ દેશ વિદેશમાં શાકોત્સવની ઉજવણી થાય છે.

શાકોત્સવ દ્વારા એકબીજા સાથે હળવા ભળવાનો શ્રી હરિનો સંદેશ

ભગવાન શ્રીહરિ શાકોત્સવનાં ઉત્સવ દરમ્યાન કહેવા માંગે છે કે, જેમ અલગ-અલગ મસાલા એકમેકમાં ભળીને શાકોત્સવનો અનેરો સ્વાદ આપે છે. તેમ સત્સંગીઓએ એકબીજામાં ભળીને મદદરૂપ થઈ જીવનમાં અનેરો આનંદ પ્રાપ્ત કરીએ. કોઈ પણ હરિભક્તો નાની-મોટી સેવાઓ કરે ત્યારે ભગવાન શ્રીહરિનો રાજીપો અવશ્ય ઉતરે છે. ભગવાનને રાજી કરવા ઉત્સવ જરૂરી છે. ઉત્સવ સેવા કરવાનું સાધન છે. વડતાલમાં દેવોને ઋતુ પ્રમાણે વિવિધ ફળોના અન્નકૂટ ધરાવવામાં આવે છે. ઉત્સવો નિરંતર વડતાલ ચોકમાં ઉજવાતા રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી. આચાર્ય મહારાજ તથા સંતોએ ભોજનાલયમાં પધારી શાકોત્સવ તેમજ વિવિધ ફરસાણ ઉપર પુષ્પવૃષ્ટી કરી ભક્તોને આશીર્વાદ પાઠવ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામવલ્લભ સ્વામી તથા પ્રિયદર્શન સ્વામીએ કર્યું હતું.
આ પણ વાંચોઃ Sardhar Swaminarayan Mahotsav: રાજકોટના સરધાર ખાતે 200 વર્ષમાં ન ઉજવાયો હોય તેવો સ્વામિનારાયણ મહોત્સવ ઉજવાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.