ETV Bharat / state

Kheda News : ડાકોર નગરપાલિકા કચેરી આખી કચરાથી ભરી દીધી, સાફસફાઈની મોટી સમસ્યાને લઇ ત્રસ્ત લોકોનું પગલું

પીએમ મોદીના સ્વચ્છ ભારત મિશનની વાતો કદાચ અહીં પહોંચી નથી. ડાકોર નગરપાલિકાની બેદરકાર કામગીરીના કારણે સાફસફાઈની મોટી સમસ્યા સામે આવી છે. ત્યારે લોકોનો રોષ એવો ફાટી નીકળ્યો છે કે નગરપાલિકાની કચેરીમાં જઇને કચરાના ઢગ કર્યાં હતાં. વધુ વિગતે વાંચો...

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2023, 8:08 PM IST

Kheda News : ડાકોર નગરપાલિકા કચેરી આખી કચરાથી ભરી દીધી, સાફસફાઈની મોટી સમસ્યાને લઇ ત્રસ્ત લોકોનું પગલું
Kheda News : ડાકોર નગરપાલિકા કચેરી આખી કચરાથી ભરી દીધી, સાફસફાઈની મોટી સમસ્યાને લઇ ત્રસ્ત લોકોનું પગલું
તંત્રને જગાડવાનો ભારે પ્રયાસ

ડાકોર : ખેડા જિલ્લાના ડાકોર નગરપાલિકાની બેદરકાર કામગીરીને લઈ લોકોમાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનની કોઇ જ કામગીરી કરવામાં આવેલ નથી.જેને પગલે શહેરમાં ઠેર ઠેર ગંદકી તેમજ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. વારંવાર રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી જેને લઈ લોકોએ જાતે જ સાફસફાઈ કરી કચરો એકત્ર કરી નગરપાલિકા કચેરીમાં ઠાલવી રોષ વ્યક્ત કર્યો હતો.

ડાકોર નગરની હાલત અત્યારે દયનીય છે. ના રસ્તાનું ઠેકાણું ના પાણીનું ઠેકાણું. સૌથી મોટી વાત યાત્રાધામ હોવા છતાં છેલ્લા દસ દિવસથી સફાઈ કામગીરી થઈ નથી. આ અંગે ઘણી વખત ટેલિફોનથી અને મૌખિક રજૂઆતો કરી છે. છતાં પણ એનું કોઈ નિરાકરણ ના આવતા અમારે જાતે કચરો ઉઠાવીને નગરપાલિકામાં નાખવો પડ્યો છે..ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય (નાગરિક )

સાફસફાઈની મોટી સમસ્યા : ડાકોર નગરપાલિકા દ્વારા નિયમિત રીતે સ્વચ્છતાની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. કેટલાય દિવસોથી સ્વચ્છતાની કામગીરી કરાઈ નથી. શહેરમાં સાફ-સફાઈ માટેનો જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તે એજન્સીએ કોઇ કારણથી કામ બંધ કરેલું છે.જે બાદ નગરપાલિકા દ્વારા શહેરમાં કેટલાય દિવસોથી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. જેને લઈ શહેરમાં ઉભરાતી ગટરો,ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગને લઈ લોકો ત્રસ્ત બન્યા છે.

મામલાને લઇ તંત્રની ચૂપકીદી : ડાકોર નગરપાલિકા દ્વારા નિયમિત રીતે સ્વચ્છતાની કામગીરી કરવામાં આવે તેવી માંગ નગરજનો દ્વારા કરવામાં આવી રહી છે. આ બાબતે નગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફીસર ભદ્રેશ પટેલ તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલ પરમારનો વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવા છતાં કોલ રિસિવ કરાયો નહોતો.

નવરાત્રિને કારણે ડાકોર નગરપાલિકામાં પૂરતો સ્ટાફ આવી રહ્યો નથી એના કારણે આ બન્યું છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 80 માણસો કોન્ટ્રાકટ પર આપી સફાઈ કરાવાતી હતી. કોઈ કારણને લઈ એ કોન્ટ્રાક્ટરે અહીં કામ બંધ કર્યુ છે. જેને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. છેલ્લા છ માસથી અહીં કાયમી ચીફ ઓફિસર નથી. જેને કારણે પૂરતી કામગીરી થતી નથી...રાકેશ તંબોળી (શહેર ભાજપ પ્રમુખ )

ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવી નથી : મહત્વનું છે કે ડાકોર નગરપાલિકામાં છેલ્લા છ માસથી નિયમિત ચીફ ઓફિસરની નિમણુંક કરવામાં આવી નથી. નગરપાલિકામાં ચુંટાયેલા પ્રતિનિધિઓની મુદ્દત પુર્ણ થઈ હોઈ ચૂંટણી યોજાવાની છે. ત્યારે હાલ વિવિધ કામગીરીમાં નગરપાલિકાની બેદરકારી દેખાઈ આવે છે. શહેરમાં પાણી,રસ્તા અને સ્વચ્છતાની કામગીરી ખોરંભે પડેલી છે. ડાકોર યાત્રાધામ હોઈ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સ્વચ્છતા સહિતની વિવિધ કામગીરી કરવામાં આવી હતી.પવિત્ર ગોમતી તળાવનું શુદ્ધિકરણની સહિતની અનેક યોજનાઓ છે.જો કે તેમ છતાં યાત્રાધામ ગંદકીનું ધામ બન્યું છે.શહેરમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગ જોવા મળે છે.

  1. Celebration of Dussehra in Dakor : સોનાના આયુધો સાથે શોભાયાત્રા યોજાઇ, ડાકોર રણછોડરાયજી મંદિરમાં દશેરા પર્વની ઉજવણી
  2. Kheda Crime : ડાકોરમાં મકાનમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવવાના મામલામાં હત્યાનો ગુનો નોંધાયો
  3. Gujarat High Court News : હાઇકોર્ટે ડાકોર રણછોડરાય મંદિર નજીક ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની મુદત આપી દીધી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.