ETV Bharat / state

Kheda News : સુણદાના ઝાલા પરિવારના 6 મૃતકોના એકસાથે અંતિમ સંસ્કાર, બાવળા બગોદરા રોડ અકસ્માતમાં મોતને ભેટ્યો હતો પરિવાર - અંતિમ સંસ્કાર

બાવળા બગોદરા રોડ અકસ્માતમાં મોતને ભેટેલા 10 લોકોમાં કપડવંજના સુણદા ગામનો ઝાલા પરિવાર પણ હતો. આ પરિવારના 6 મૃતકોના મૃતદેહ શુક્રવારે મોડી રાત્રે ગામમાં લવાયા હતાં. એકસાથે 6 મૃતદેહના અંતિમસંસ્કારને લઇને ગામમાં ખૂબ શોકનો માહોલ છવાઇ ગયો હતો.

નKheda News : સુણદાના ઝાલા પરિવારના 6 મૃતકોના એકસાથે અંતિમ સંસ્કાર, બાવળા બગોદરા રોડ અકસ્માતમાં મોતને ભેટ્યું હતું પરિવાર
Kheda News : સુણદાના ઝાલા પરિવારના 6 મૃતકોના એકસાથે અંતિમ સંસ્કાર, બાવળા બગોદરા રોડ અકસ્માતમાં મોતને ભેટ્યું હતું પરિવાર
author img

By

Published : Aug 12, 2023, 7:10 PM IST

એકસાથે 6 મૃતકોના અંતિમસંસ્કાર

ખેડા: અમદાવાદના બગોદરા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.જેમાં કપડવંજના સુણદા ગામના એક જ પરિવારના છ લોકોના મૃતદેહને મોડી રાત્રે ગામમાં લાવવામાં આવ્યા હતા. ગામમાં ભારે ગમીગીની ફેલાઈ જવા પામી હતી. એક સાથે છ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવતા ગામમાં ભારે આક્રંદ છવાયું હતું.

ઘટના અંગે અમને જાણ કરતા અમે તેમજ કેટલાક ગ્રામજનો પહોંચ્યા હતા અને મૃતદેહની ઓળખ કરી સમગ્ર કાર્યવાહી પુરી કરી હતી. જે બાદ મૃતદેહોને એમ્બ્યુલન્સથી ગામમાં લાવ્યા હતાં. ઘટનાથી સમગ્ર ગામમાં ભારે શોકનો માહોલ છવાયો છે. તમામ ગ્રામજનો દુઃખની આ ઘડીમાં સાથે છે....મહેન્દ્રસિંહ ઝાલા(સરપંચ, સુણદા ગામ)

એક સાથે કરાયા અંતિમ સંસ્કાર : ખેડા જિલ્લાના કપડવંજના સુણદા ગામમાં ઝાલા પરિવાર ખેતી કરી ગુજરાન ચલાવતો હતો. ઝાલા પરિવાર મીની ટેમ્પોમાં બેસી ચોટીલા દર્શન માટે ગયા હતાં. જ્યાંથી પરત ફરતા બાવળા બગોદરા વચ્ચે ઉભી રહેલી ટ્રકમાં ટેમ્પો ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 10 વ્યક્તિના મોત થયાં હતાં તેમાં આ પરિવારના 6 લોકો શામેલ હતાં. જેઓના આજે અંતિમસંસ્કાર કરવામાં આવ્યાં હતાં. ગોઝારી ઘટનાને લઈ ગામમાં કોઈ જ ઘરમાં સાંજે ચૂલો સળગ્યો નહોતો.

મૃતક ઝાલા પરિવાર
મૃતક ઝાલા પરિવાર

ઝાલા પરિવારના મૃતકો: ગોઝારા અકસ્માતમાં સુણદા ગામના ઝાલા પરિવારના છ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. મૃતકોમાં રઈબેન માધાભાઈ મગભાઈ ઝાલા (ઉં.વ 43) , ગીતાબેન હિંમતભાઈ કાળાભાઈ ઝાલા (ઉં.વ 18), પ્રહલાદકુમાર મહેન્દ્રભાઈ ઝાલા (ઉં.વ 19),વિશાલકુમાર હિંમતભાઈ ઝાલા (ઉં.વ 9), વૃષ્ટિબેન હિંમતભાઈ કાળાભાઈ ઝાલા (ઉં.વ 7), કાંતાબેન જુવાનસિંહ ઝાલા (ઉં.વ 45)નો સમાવેશ થાય છે.

ગામમાં ગમગીની છવાઈ: ગોઝારા અકસ્માતને પગલે સમગ્ર ગામ સહિત પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. અકસ્માતમાં મૃતકોના મૃતદેહને મોડી રાત્રે અંતિમ વિધિ માટે ગામમાં લાવવામાં આવ્યા હતા. ગામના એક જ પરિવારના છ લોકોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. જેને પગલે ગામમાં ભારે આક્રંદ જોવા મળ્યું હતું. સુણદા ગામ સહિત આસપાસના લોકો મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાયા હતાં.

3,000થી વધુ લોકો અંતિમયાત્રામાં જોડાયા : ગામમાં એકસાથે 6 મૃતદેહ આવતા પરિવારજનો સહિત ગ્રામજનોમાં ભારે શોક ફેલાયો હતો. ગામ સહિત આસપાસના 3,000 ઉપરાંત લોકો મૃતકની અંતિમયાત્રામાં જોડાયા હતા. અંતિમવિધિ માટે તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી હતી.

અધિકારીઓ હાજર રહ્યા: ગંભીર અક્સમાતની ઘટના હોવાને લઇને 6 લોકોના એકસાથે અંતિમ સંસ્કાર વેળાએ કપડવંજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સાથે ડીવાયએસપી અને પીએસઆઇ સહિત પોલીસ કર્મચારીઓ અને એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા સ્મશાન સુધીના રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

સેલ્ફીની તસવીરો જીવનની છેલ્લી તસવીરો બની : મૃતકો ચોટીલા પહોંચ્યાં હતાં ત્યારે પરિવારજનોએ યાદગીરી રૂપે કેટલીક સેલ્ફી તસવીરો લીધી હતી. જેને અકસ્માતના કેટલાક કલાકો પહેલા પોતાના વોટ્સએપ સ્ટેટસ પર મુકી હતી. ગોઝારા અકસ્માતે આ તસવીરોને જીવનની અંતિમ તસવીરો બનાવી દીધી હતી.

  1. Ahmedabad Accidents : બાવળા બગોદરા અકસ્માતમાં વધુ બે મોત, ડ્રાઈવર અને એક મહિલાનું મોત, કુલ મૃત્યુંઆક 12 થયો
  2. Bavla Bagodara Accident: બાવળા બગોદરા રોડ પર ગંભીર અકસ્માત, 10 લોકોના મોત
  3. Jamnagar News: મહાકાય કંપની નાયરા રિફાઇનરીમાં ગરમ પાણીમાં 10 કર્મચારી દાઝ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.