ETV Bharat / state

Kheda News : ખેડામાં પ્રાથમિક શાળાના બાળકો ચલાવે છે બેંક ઓફ કાજીપુરા - બચત

ખેડા જિલ્લાના કાજીપુરા ગામની સરકારી શાળા દ્વારા આગવી પહેલ કરવામાં આવી છે. શાળામાં બેંક ઓફ કાજીપુરા નામની અનોખી બેંક શરૂ કરવામાં આવી છે. જેનું સંપૂર્ણ સંચાલન ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે.

Kheda News : ખેડામાં પ્રાથમિક શાળાના બાળકો ચલાવે છે બેંક ઓફ કાજીપુરા

author img

By

Published : Jul 22, 2023, 6:46 PM IST

ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા સંચાલન

ખેડા : બાળકોમાં બાળપણથી જ નાણાકીય વ્યવસ્થાપન સાથે બચતના ગુણો ખીલે તે માટેના પ્રયાસની આ વાત છે. નાના બાળકોને શિક્ષણની સાથે નાણાંના વપરાશની યોગ્ય સમજ આપી નાણાંનું વ્યવસ્થાપન કેટલું જરૂરી છે તેના પાઠ પણ શીખવાડવામાં આવે છે. બેંક ઓફ કાજીપુરા તેનું સરસ ઉદાહરણ બની રહી છે.

બચાવેલા રૂપિયા ઓચિંતા સમયમાં કામ આવે છે. મારા પપ્પા મને રોજ પૈસા વાપરવા આપે છે. એમાંથી થોડા પૈસા હું વાપરું છું અને થોડા પૈસા જમા કરાવું છું. જે ઓચિંતા સમયમાં કામ આવે છે. પ્રવાસ અને મનપસંદ વસ્તુઓ લેવા કામ આવે છે...મિત્તલ(વિદ્યાર્થિની)

બચતનો ધ્યેયમંત્ર : બાળકોની આ બેંક ઓફ કાજીપુરા નાણાં હોય ત્યારે બધાં વાપરવા નહી, થોડી બચત પણ કરવી એવાના ધ્યેયમંત્ર સાથે કાર્ય કરે છે. બચત કરેલા નાણાં બાળકોના પ્રવાસ, બાળમેળા, સ્કૂલ યુનિફોર્મ,અન્ય પુસ્તકો તેમજ પોતાના શિક્ષણને લગતી ચીજવસ્તુઓમાં વાપરે છે. બાળપણમાં શિક્ષણની સાથે બચતનો પણ ગુણ કેળવાય તે સિદ્ધાંત સાથે આ શાળા અને આ બેન્ક એકસાથે કાર્યરત છે.

અમારી શાળાના વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણ માટે જરૂરી નાણાંની અછત ન વર્તાય તે માટે તેઓ બહારની ચીજવસ્તુઓ ખાવામાં વપરાતાં નાણાંને બચાવીને એ પૈસાની બચત કરે છે. જેથી આ બચતના નાણાનો ભવિષ્યમાં પોતાના શિક્ષણ પાછળ ઉપયોગ થઇ શકે અને માતાપિતા પાસેથી પૈસા માંગવા ન પડે. પોતાની બચતમાંથી જ પોતાના શિક્ષણનો ખર્ચ ઉપાડી આત્મનિર્ભર બને તેવો મૂળ હેતુ આ બેન્ક શરૂ કરવા પાછળનો છે....સુનીલભાઈ(આચાર્ય, કાજીપુરા શાળા)

વાર્ષિક 8 ટકા વ્યાજ ચુકવાય છે : બેંક ઓફ કાજીપુરામાં ધોરણ-6માં અભ્યાસ કરતો દ્રવેશ ઠાકોર મેનેજર અને ધોરણ -7માં અભ્યાસ કરતી પ્રિયા ઠાકોર કેશિયર તરીકે ફરજ બજાવે છે. આ બેંકમાં કુલ 242 ખાતા છે. આ બેંક દ્વારા બાળકોના પૈસા પર વાર્ષિક 8 ટકા વ્યાજ શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. આ રીતે વિદ્યાર્થીઓને નાનપણથી જ બચત અને તેના ફાયદાના ગુણો ખીલવવામાં આ બેન્ક ઉપયોગી સાબિત થઇ રહી છે. ભવિષ્યમાં આ ગુણોને સથવારે કોઇ વિદ્યાર્થી આઈઆઈએમ અને અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાનોમાં જાય તો નવાઇ નહીં.

વિદ્યાર્થીઓને 8 ટકા વ્યાજ પણ અપાય
વિદ્યાર્થીઓને 8 ટકા વ્યાજ પણ અપાય

નાણાંનું મહત્વ સમજતાં થાય : બેંકનો હેતુ બચત વિશેનો ખ્યાલ કેળવાય તે છે તેમ જણાવતાં કાજીપુરા શાળાના આચાર્ય સુનીલભાઈ આ બેંક વિશે જણાવે છે કે, આ બેન્કની શરૂઆતથી વિદ્યાર્થીઓ શાળાકાળથી જ નાણાંનું મહત્વ સમજે, પોતાના ખર્ચ પોતે ઉપાડી આત્મનિર્ભર બને અને બચત વિશેનો ખ્યાલ તેમનામાં કેળવાય તે છે.

  1. Bal Gopal Savings Bank : બાળ ગોપાળ બચત બેંકમાં બાળકોએ 16 કરોડ રૂપિયા કર્યા ભેગા
  2. વરાણા પ્રાથમિક શાળા પાસે છે પોતાની બચત બેન્ક, આવો કંઈક છે આશય...
  3. વિશ્વ બચત દિવસ: કોરોનાએ શિખવ્યું લોકોને બચતનું સાચુ મહત્વ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.