ETV Bharat / state

નવા વર્ષે ડાકોરમાં ભાવિકોનું ઘોડાપુર, જય રણછોડના નાદથી ગુંજ્યું મંદિર

author img

By

Published : Jan 1, 2023, 7:48 PM IST

Updated : Jan 2, 2023, 8:08 AM IST

સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી થઈ રહી છે. ત્યારે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર (Dakor Tirthdham) ખાતે રણછોડરાયજીના દર્શન કરી નવા વર્ષના વધામણા કરવા અનેક ભાવિકો ઉમટી પડ્યા હતા. રવિવાર અને નવા વર્ષનો પ્રથમ દિવસ હોઈ આજે રાજાધિરાજના (Kheda Dakor Temple) દર્શન કરી આશીર્વાદ મેળવવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે મંદિરે ઉમટી પડ્યા હતા.

નવા વર્ષે ડાકોરમાં ભાવિકોનું ઘોડાપુર, જય રણછોડના નાદથી ગુંજ્યું મંદિર
નવા વર્ષે ડાકોરમાં ભાવિકોનું ઘોડાપુર, જય રણછોડના નાદથી ગુંજ્યું મંદિર

નવા વર્ષે ડાકોરમાં ભાવિકોનું ઘોડાપુર, જય રણછોડના નાદથી ગુંજ્યું મંદિર

ડાકોર: નવા વર્ષે અનેક ભક્તો પોતાના વર્ષની શરૂઆત મંદિરે દર્શન કરીને કરતા હોય છે. એવામાં યાત્રાધામ ડાકોરમાં (Dakor Tirthdham) ભાવિકોની ભીડ નવા વર્ષના પહેલા તેમજ આગલા દિવસે ઉમટી પડી હતી. રાજાધિરાજના દર્શન (Kheda Dakor Temple) કરી આશીર્વાદ મેળવવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો લાઈનમાં ઊભા રહી ગયા હતા. જય રણછોડના નાદથી ડાકોરનું મંદિર ગુંજી ઉઠ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદના ભક્તે અંબાજીમાં 21 કીલો વેજેટેરીયન કેકનો પ્રસાદ અર્પણ કર્યો

પગપાળા સંઘ પહોંચ્યો: મોટી સંખ્યામાં પગપાળા સંઘો પણ જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદ સાથે નાની મોટી ધજાઓ તેમજ ભગવાનના રથ લઈ વર્ષના પ્રથમ દિવસે આશીર્વાદ લેવા તલપાપડ બન્યા હતા. દૂરદૂરથી પગપાળા સંઘો પહોંચ્યા હતા. ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાવિકોના વિશાળ મહેરામણ વચ્ચે સમગ્ર યાત્રાધામ જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવનાર હોઈ ટેમ્પલ કમિટી દ્વારા મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: પ્રવાસીઓના આક્રર્ષણનું કેન્દ્ર બન્યું રાણીની વાવ, 1 વર્ષમાં 1.41 કરોડની આવક

ચુસ્ત પોલીસ બંદોબસ્ત: કોઈપણ ભાવિક દર્શનથી વંચિત ન રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ સાથે જ પોલિસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ડાકોર ખાતે મેળા અને તહેવારોના સુચારૂ આયોજન બાબતે ચર્ચા રાજ્ય પોલિસ વડાએ કરી હતી. જિલ્લાના ક્રાઈમ રિવ્યુ અંગેની મિટીંગ માટે જિલ્લામાં ઉપસ્થિત પોલિસ વડા આશિષ ભાટિયાએ પણ નવા વર્ષે ડાકોર પહોંચી રણછોડરાયજીના દર્શન કર્યા હતા. આ દર્શન કરીને તેમણે નવા વર્ષે લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

Last Updated : Jan 2, 2023, 8:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.