ખેડાઃ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આજે એટલે કે રવિવારે કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1246 પર પહોંચી છે. જો કે, જિલ્લામાં દર્દીઓના વધવાના દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડીયાદ સહિત સમગ્ર જિલ્લામાં રોજ-બરોજ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. જિલ્લામાં કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે. જિલ્લામાં રવિવારે 10 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં નડીયાદમાં 4, કઠલાલમાં 2, મહેમદાવાદમાં 3 તેમજ મહુધામાં 1 કેસ સામેલ છે.
ખેડા કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસઃ 1,246
- કુલ ડિસ્ચાર્જઃ 1,163
- સારવાર હેઠળ દર્દીઃ 68
- કુલ સેમ્પલઃ 19,905
અત્યાર સુધી જિલ્લામાં કુલ 1,246 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 1,163 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ જિલ્લામાં 68 દર્દીઓ સારવાર હેઠળ છે.
જિલ્લામાં અત્યાર સુધી કુલ 19,905 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 18,708 નેગેટિવ અને 1,246 પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત 125 સેમ્પલના રિઝલ્ટ પેન્ડિંગ છે.