ખેડાઃ જિલ્લાના મુખ્ય મથક નડીયાદ સહિત સમગ્ર જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. ખેડા જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે. જિલ્લામાં રવિવારના રોજ નવા 7 કેસો મળી કુલ કેસોની સંખ્યા 1311 થઇ છે.
નડીયાદ સહિત સમગ્ર જિલ્લામાં રોજ નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. જિલ્લામાં રવિવારના રોજ નડીયાદમાં 2, કઠલાલમાં 2 તેમજ કપડવંજ, માતર અને મહેમદાવાદમાં 1-1 કેસ મળી નવા 7 કેસ નોધાયા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 1311 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 1235 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે હાલ કુલ 61 દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે.
જિલ્લામાં અત્યાર સુધી કુલ 20,777 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 19560 નેગેટીવ અને 1311 પોઝિટિવ છે, જ્યારે 109 સેમ્પલના રિઝલ્ટ પેન્ડીંગ છે. જો કે જિલ્લામાં સઘન કાર્યવાહીને પગલે દર્દીઓના દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.