ખેડાઃ જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં આજે વહેલી સવારે અસ્થિર મગજના એક માણસે ગોમતી તળાવમાં મોતની છલાંગ લગાવી હતી. ઘટના સ્થળે હાજર સાધુએ ડૂબતા માણસને બચાવી લેવામાં આવ્યો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
યાત્રાધામ ડાકોરમાં પવિત્ર ગોમતી તળાવમાં અસ્થિર મગજના એક માણસે અચાનક મોતની છલાંગ લગાવી હતી. ગોમતી તળાવમાં કૂદી પડી ડૂબી રહેલા માણસને જોઈ તળાવ પર હાજર સાધુએ ડૂબતા માણસને બચાવી બહાર કાઢ્યો હતો.
તેમજ તળાવનું પાણી પી જતા પાણી બહાર કાઢી ઘટના અંગે નગરપાલિકાને જાણ કરાતા નગરપાલિકાની ટીમ દ્વારા હોસ્પિટલ ખસેડાયો હતો.
ગોમતી તળાવમાં કૂદી પડેલા આ માનસિક અસ્વસ્થ માણસ ડાકોરનો જ રહેવાસી છે.જે અસ્વસ્થ હોવાનો લઈ તળાવમાં કૂદી પડ્યો હતો.