ETV Bharat / state

ખેડામાં રૂ. 1.77 કરોડના ખર્ચના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું - રોડ

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના હેરંજ ખાતે પાણીની ટાંકી અને રસ્તા સહિત વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાણીનો દુર્વ્યય અટકાવવા માટે સાંસદે ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

ખેડામાં રૂ. 1.77 કરોડના ખર્ચના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

author img

By

Published : Jan 8, 2021, 10:26 AM IST

  • સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત
  • પાણીની ટાંકી અને રસ્તા સહિતના વિકાસ કામોનું ખાતમુહૂર્ત
  • પાણીનો બચાવ કરી દુર્વ્યય અટકાવવા સાંસદનો ગ્રામજનોને અનુરોધ
    ખેડામાં રૂ. 1.77 કરોડના ખર્ચના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું
    ખેડામાં રૂ. 1.77 કરોડના ખર્ચના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

ખેડાઃ મહુધા તાલુકાના હેરંજ ગામમાં ભારત સરકારની હર ઘર જલ અને નલ સે જલ યોજના અંતર્ગત રૂ. 77 લાખના ખર્ચે પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગામથી કૂવા વિસ્તારને જોડતા રૂ. 1 કરોડના ખર્ચે 2.5 કિલોમીટરના રસ્તાનું તેમ જ સુવિધા પથ સહિતના વિવિધ વિકાસ કામોનું સાંસદ દેવુસિંહ ચૌહાણ અને જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

પાણીનો બચાવ કરી દુર્વ્યય અટકાવવા સાંસદનો ગ્રામજનોને અનુરોધ

આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણે કહ્યું, સરકાર છેવાડાના માનવીની ચિંતા કરી આવાસ, વીજળી, પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. ત્યારે જવાબદાર નાગરિક તરીકે પાણીનો બચાવ કરવો તે દરેક નાગરિકની ફરજ હોવાનું જણાવી પાણીનો દુર્વ્યય અટકાવવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસ કરતી આપણી સરકાર છે જે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. તેના ભાગરૂપે આજરોજ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા તેમજ તાલુકા ભાજપ અગ્રણીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.