ETV Bharat / state

ડાકોરમાં બુટલેગરે ધંધાની અદાવત રાખીને બીજા બુટલેગર પર કર્યો હુમલો - Bootlegger

યાત્રાધામ ડાકોરમાં દારૂના વેચાણના ધંધાની પોલીસ રેડ અંગે શંકા રાખી બુટલેગર દ્વારા એક વ્યક્તિ પર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં ચાકુથી ગળા પર ઘા મારી બુટલેગર ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે ડાકોર પોલીસ દ્વારા ગુનો નોંધી બુટલેગરને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

xx
ડાકોરમાં બુટલેગરે ધંધાની અદાવત રાખીને બીજા બુટલેગર પર કર્યો હુમલો
author img

By

Published : Jun 3, 2021, 9:31 AM IST

  • ડાકોરમાં બે બુટલેગરો વચ્ચે હાથાપાઈ
  • એક ઈજાગ્રસ્ત બુટલેગરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
  • યાત્રાધામમાં દારૂનો ધંધો બેફામ

ડાકોર: યાત્રાધામ ડાકોરમાં રેલવે સ્ટેશન નજીક બુટલેગર અતુલ પરમાર દ્વારા રમેશ ખાંટ નામના વ્યક્તિ પર ચાકુથી હુમલો કર્યો હતો.ગળાના ભાગે ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયો હતો.ઇજાગ્રસ્ત રમેશ ખાંટને તાત્કાલિક સારવાર અર્થે ડાકોર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

દારૂના ધંધાની અદાવતમાં હુમલો

હુમલો કરનાર બુટલેગર અતુલ પરમાર તેમજ ઇજાગ્રસ્ત રમેશ ખાંટ બંને દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા.જેમાં બંને વચ્ચે વિવાદ થયો હતો જેમાં પોલીસ રેડ અંગેની શંકા રાખી અતુલ પરમારે રમેશ ખાંટ પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : પારડી પોલીસે ખાનગી લકઝરીમાંથી 92 હજારનો દારુ ઝડપી પાડ્યો

યાત્રાધામમાં ફૂલ્યો ફાલ્યો છે દારૂનો ધંધો

યાત્રાધામ ડાકોરમાં દેશી તેમજ વિદેશી દારૂનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે.બુટલેગરો બેફામ બન્યા છે. બુટલેગરોએ સરકારના તમામ નિયમોને માળીયે ચડાવી દીધા છે. દેશી દારૂના ધંધાની હરિફાઇને કારણે જાહેરમાં હુમલો થયો છે.

આ પણ વાંચો : ખેડાઃ સેવાલિયા પાસેથી દારૂનું કેન્ટેઈનર ઝડપાયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.