ETV Bharat / state

Diwali 2023: હાટડી ભરી રાજાધિરાજ રણછોડરાયજી બન્યા વેપારી, શેઠ બની ડાકોરના ઠાકોરે ભક્તોની હૂંડી સ્વીકારી - ડાકોરના ઠાકોર

યાત્રાધામ ડાકોર ખાતે દિવાળી પર્વ પર રાજાધિરાજના હાટડી દર્શન યોજાયા હતા, જેના દર્શન કરવા માટે અને હૂંડી લખાવવા માટે મોટી સંખ્યામાં ભાવિકોનો જનસૈલાબ ડાકોરમાં ઉમટી પડ્યો હતો. દિવાળી પર્વે રણછોડરાયજીના મંદિરમાં ભગવાનના ચોપડાનું પૂજન કરવામાં આવ્યું હતું. રાત્રે રાજાધિરાજ રણછોડરાયજી મહારાજ વેપારી બન્યાં હતાં. હાટડી ભરી શેઠ બની ડાકોરના ઠાકોરે ભક્તોની હૂંડી સ્વીકારી હતી.

રાજાધિરાજ રણછોડરાયજી બન્યા વેપારી
રાજાધિરાજ રણછોડરાયજી બન્યા વેપારી
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2023, 6:48 AM IST

શેઠ બની ડાકોરના ઠાકોરે ભક્તોની હૂંડી સ્વીકારી

ડાકોર: યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના મંદિરમાં ભગવાનના ચોપડાનું પૂજન કરવામાં આવ્યું હતું. રાત્રે રાજાધિરાજ રણછોડરાયજી મહારાજ વેપારી બન્યાં હતાં. હાટડી ભરી શેઠ બની ડાકોરના ઠાકોરે ભક્તોની હૂંડી સ્વીકારી હતી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભગવાનને હૂંડી લખાવી ધન્યતા અનુભવી હતી. ડાકોરના ઠાકોર એવા રણછોડરાયજીના મંદિરમાં દીવાળી પર્વના પાંચ દિવસ દરમિયાન ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવે છે. ભગવાન અલગ અલગ મનમોહક સ્વરૂપે ભક્તોને દર્શન આપે છે.

ચોપડા પૂજન: દીવાળી પર્વ પર રણછોડરાયજીના મંદિરમાં ભગવાનના ચોપડાનું પૂજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત તેમજ વૈદિક રીતે ચોપડાની પૂજા વિધિ સોનાની પેન અને ચાંદીના શાહીના ખડીયા તેમજ ચોપડાને કકું, ચોખા,અબીલ ગુલાલ, નૈવેદ્ય કરી કપુરની આરતીથી પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં આ પરંપરા છેલ્લા 187 વર્ષોથી ચાલી આવી છે જે આજે પણ અકબંધ છે.

રાજાધિરાજ બન્યા વેપારી: દિવાળીના દિવસે રાત્રે રાજાધિરાજ ભગવાન રણછોડરાયજીના હાટડી દર્શન યોજાયાં હતાં. જેમાં રણછોડરાયજીએ વેપારી બની હાટડી ભરી ભક્તોની હૂંડી સ્વીકારી પોતાના ચોપડામાં નોંધ કરી હતી. ભાવિકોએ મોટી સંખ્યામાં રણછોડરાયજીના દર્શનનો લાભ લઇ ભગવાનને પોતાની હૂંડી લખાવી ધન્યતા અનુભવી હતી.પ્રાચીન સમયથી પરંપરાગત રીતે મંદિરમાં હાટડી દર્શન યોજવામાં આવે છે. જેના દર્શનનો ખુબ મોટી સંખ્યામાં ભાવિકો લાભ લેતા હોય છે.

ભક્તોએ ભગવાનને હૂંડી લખાવી: મંદિરના પૂજારી જનક મહારાજે જણાવ્યુ હતું કે દિવાળીએ રાજાધિરાજ વેપારીનું સ્વરૂપ લે છે.ભગવાન વિવિધ વસ્તુઓ લઈને બેસે છે. ભાવિકો ભગવાનને હૂંડી લખાવે છે. દિવાળી બોણી લખાવે છે.જે ભગવાન સ્વીકારે છે.જેનાથી મનોકામના પુર્ણ થાય છે.વેપારીનુ સ્વરૂપ લેવાનુ કારણ એ છે કે,દિવાળીની બોણી લખાવવાથી વેપાર-રોજગારમાં લાભ અને અવિરત વૃદ્ધી થાય છે.

  1. Diwali 2023: સુરતના વેપારીઓએ ચોપડાની સાથે લેપટોપ અને મોબાઈલની કરી પૂજા, ડિજીટલ યુગમાં ધાર્મિક આસ્થા અને પરંપરા અકબંઘ
  2. Diwali 2023: વેપારીઓએ ચોપડા પૂજનની વર્ષો જૂની પરંપરા જાળવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.